શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: વડોદરા , ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (21:27 IST)

વડોદરામાં બે કોમ વચ્ચે ઉગ્ર અથડામણ 10થી વધુ વાહનોને આગ ચંપાઇ

વડોદરા શહેરના બે જુથો વચ્ચે ઉગ્ર પથ્થરમોરો થયો. તોફાનીઓએ 10થી વધુ વાહનોને આગચંપી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નોંધપાત્ર છે કે, શહેરમાં ગણેશોત્સના પ્રારંભે પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આખી ઘટના પાછળ સોશિયલ મીડિયા જવાબદાર છે. ઇન્ટરનેટ ઉપર મુસ્લીમોના પવિત્ર ગણાતા મક્કા મદીનાના ફોટા ઉપર હિન્દુ ભગવાનનો ફોટો લગાવ્યો હતો. કારણે એક કોમની ધાર્મિક લાગણી દુભાતા મોટું ટોળું રસ્તા પર આવી ગયું હતું.
 
.ટોળાઓએ બચાવ માટે આવેલ ફાયરબ્રિગેડના ઓફિસરો ઉપર પણ હુંમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળ પહોંચીને પસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 10 જેટલા ટીયર ગેસ છોડ્યા હતા.