શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 જુલાઈ 2014 (10:29 IST)

અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અમદાવાદ સહિત વિવિધ શહેરો અને પંથકોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉપરાંત નવસારી વલસાડમાં જળબંબાકાર સર્જાયો છે. ભારે વરસાદને પગલે ડેમ છલકાયા છે અને સમાન્ય જનજીવનને અસર પહોંચી છે.  રેલ વ્યવ્હારને અસર પહોંચી છે. મોટાભાગની ટ્રેન મોડી ચાલી રહી છે. 
 
અમદાવાદમાં ભારે વરસાદને પગલે તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ ડીઈઓ દ્વારા આપી દેવાયા છે. તો બીજી તરફ વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના પગલે નોકરિયાત વર્ગને કામકાજ માટે નીકળવુ મુશ્કેલ બની રહ્યુ છે. 
 
વલસાડમાં પૂર જેવી સ્થિતિ 

ભારે વરસાદને પગલે તંત્ર લાચાર બની ગયુ છે. વલસાડમાં 25 ગામો સંપર્કવિહોણા બની ગયા છે. આ ઉપરાંત કલેક્ટરે ઈમરજંસી જાહેર કર્યુ છે. ઉમરગામ તાલુકાના ટીબી ગામના 150 પરિવારોનું સ્થાળાંતર કરાયુ છે. નદી કાંથાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્રને રાહત અને બચાવ કામગીરી કરવાનો આદેશ આપી દેવાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડપેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. વલસાડમાં 18 કલાકમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારના રેલ્વે ટ્રેક ઉપર પણ પાણી ભરાય ગયા છે. ઉપરાંત બીએસએનએલ અને અમુક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ગત રાત્રે વરસાદ ઓછો પડ્યો છે. જેથી સવારે જનજીવન સામાન્ય તરફ વળી રહ્યુ છે. પરંતુ હજુ નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ પર રાખ્યા છે. હજુ વરસાદને આગાહી યથાવત છે. ત્યાર તંત્ર હજુ પણ સતર્ક છે. 
 
અમદાવાદમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદની શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. જીટીયુની તમામ કોલેજોમાં વરસાદને કારણે રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદ પર નજર કરીએ તો દક્ષિણ ઝોન 7.5 ઈંચ વેસ્ટ ઝોન 11 ઈંચ 10  નવા પશ્વિમ ઝોન 6 ઈંચ મધ્ય ઝોન 7 ઈંચ વેસ્ટ ઝોન 11 ઈંચ ઈસ્ટ ઝોન 10 ઈંચ નવા પશ્વિમ ઝોન 6 ઈંચ મધ્ય ઝોન 7 ઈંચ નોર્થ ઝોન 8.5 ઈંચ ખાબક્યો છે. 
 
નર્મદા ડેમ ભયજનક સપાટીથી 1.03 મીટર દૂર રહ્યો છે. ડેમની જળસપાટી 120.89 મીટર છે. સાંજ સુધીમાં નર્મડા ડેમ ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતા છે.  

અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 7 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજની સપાટી 128 ફુટ નોંધાઈ છે. અમદાવાદનો પૂર્વ વિસ્તર પશ્ચિમ વિસ્તારથી અલગ થઈ હોય તેવી પરિસ્થિતિમાં તંત્રને પણ કામકાજ કરવામાં મુશ્કેલી પડી રહી છે. વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયુ છે. જેને પગલે બાવળા અને ધોળકાના 40 ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાસણા બેરેજમાંથી હજુ પણ વધારે પાણી છોડાઈ શકે તેમ છે. પ્રથમ તબક્કે 6 હજાર ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડાયુ છે.  
 
કડીમાં પાંચ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જેથી કડી બેટમાં ફેરવાય ગયુ છે. ડાંગ જીલ્લામાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે. સાપુતારામાં ભેખડ ધસી પડતા વાહન વ્યવ્હાર ખોરવાયો હોવાની માહિતી પ્રાપ્ત છે. 
 
અમદાવાદ એરપોર્ટમાં રન વે પર પાણી 
 
અમદાવાદના એરપોર્ટૅ પર રન વે પર પણ પાણી ભરાયા છે. જેથી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યારસુધી પાર્કિંગ એરિયા જેવા વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા. પરંતુ ગત રોજ પડેલા વરસાદને પગલે આજે અમદાવાદ એરપોર્ટના રન વે પણ પાણી ભરાયેલા જોવાઈ રહ્યા છે. વર્તમાન સમયે પાણી દૂર કરવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. જોકે હવાઈ વ્યવ્હાર ક્યારે રાબેતા મુજબ અમદાવાદ એરપોર્ટ પર શરૂ થશે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવાયુ રહ્યુ નથી.