શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 16 જાન્યુઆરી 2016 (15:07 IST)

અમદાવાદમાં આનંદીબેન કરશે મેટ્રો કોરિડોરનું ભૂમિપૂજન રસ્તે ટ્રાફિક માટે બંધ કરાયો.

અમદવાદનો મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખાત મૂહુર્ત રવિવારે સવારે 11 વાગે સીએમ આનંદીબેન પટેલના હસ્તે કરાશે. 18. 52 કિલોમીટરની લંબાઈવાળા ઉત્તર દક્ષિણ કોરિડોરના ભૂમિપૂજન નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હાજર રહેશે. 
 
અમદાવાદ વેજલપુર જીવરાજપાર્ક ચાર રાસ્તા પર 800  કરોડના મેટ્રો કોરિડોરની શરૂઆત કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ કોરિડોર પરના સ્ટેશનરીની યાદી એપીએમસી માર્કેટ(વાસણા) , જીવરાજ,  રાજીવનગર,  શ્રેયસ,  પાલડી,  ગાંધીગ્રામ,  જૂની હાઈકોર્ટ, ઉસ્માનપિરા, વિજયનગર ,વાડ્જ, રાણિપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, એઈસી સાબરમતી મોટેરા સ્ટેડિયમ , એમ 15 સ્ટેશનો રહેશે. 
 
રવિવારે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મેટ્રો કોરિડોરના ભૂમિપૂજન નિમિત્તે ટ્રાફિક ડાઈવર્ટ કરવાનો પોલીસ કમિશનરે હુકમનામુ પણ પ્રસિદ્ધ કર્યું છે. સવારે 9 થી 1 વાગ્યા દુધી જીવરાજ ચોકીથી જીવરાજ ચાર રસ્તા સુધીનો રસ્તો વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.