શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 3 જુલાઈ 2015 (14:53 IST)

આરપીએફ જવાનોને ડીઆરએમ દ્વારા કેશ એવોર્ડ

પોરબંદરથી રાત્રિની સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં વગર ટિકિટે મુસાફરી કરી રહેલા બિહારના 587 જેટલા ખુદાબક્ષોને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી પેનલ્ટી સહિત ા.1.99 લાખ પિયાની વસૂલાત કરનારા ટિકિટ ચેકિંગ સ્ટાફ તેમજ આરપીએફ જવાનોને ડીઆરએમ દ્વારા કેશ એવોર્ડ જાહેર કરાતાં કર્મચારીઓમાં ઉત્સાહની લહેર વ્યાપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરથી રાત્રે 1-30 વાગ્યે રાજકોટ જંકશનમાં આવતી પોરબંદર-મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં રિઝર્વ્ડ કોચના યાત્રિઓને વગર ટિકીટના મુસાફરો હેરાન-પરેશાન કરી રહ્યાની કોઈ ઉતારુઓએ રાજકોટ રેલવે સ્ટેશને જાણ કરતાં રાજકોટના ચીફ ટિકીટ ઈન્સ્પેક્ટર પી.બી.ત્રિવેદીએ ખાસ 23 ટિકીટ ચેકરોના સ્ટાફને હાજર કરી દીધો હતો તેમજ આરપીએફ સ્ટાફને સાથે રાખીને ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવતાંવેંત રિર્ઝવ્ડ ડબ્બામાંથી 587 જેટલા નાના-મોટી ઉમરના લોકોને ઝડપી લઈ જાપ્તા સાથે પ્લેટફોર્મ ઉપર લાઈનબધ્ધ બેસાડી દીધા હતાં જેમાં આ ખુદાબક્ષો બિહારના ભારતીય મજદુર કિસાન પરિષદના લેટરપેડ અને આઈડેન્ટીટી કાર્ડ બતાવીને તેમને વગર ટિકિટે મુસાફરી કરવાની પરવાનગી હોવાનું જણાવી રહ્યા હતાં પરંતુ વાસ્તવમાં આવું કંઈ જ નહીં હોવાનું જણાયું હતું અને હજુ પણ આ લોકો રાજકોટથી ઓખા-સોમનાથ ટ્રેનમાં બેસીને યાત્રા કરનાર હતાં જે સંદર્ભે આરપીએફ પોલીસ અને ટિકિટ ચેકિંગ સ્ટાફે આ શખસો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આ લોકો પાસેથી પેનલ્ટી અને ટિકિટ વગેરે ા.1,99,580ની વસૂલાત કરીને આગળ મુસાફરી માટે જવા દેવાયા હતાં.

આ બાબતે કોમર્શિયલ વિભાગમાં રિપોર્ટ થતાં ડીઆરએમ અનુરાધા મુખડેકરે અસરકારક કાર્યવાહી કરવા બદલ સીટીઆઈ પી.બી.ત્રિવેદી, તેમનો સ્ટાફ તેમજ આરપીએફ જવાનોની કાર્યવાહી બદલ તમામને કેશ એવોર્ડ આપ્યો હતો.