1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 28 મે 2016 (11:35 IST)

કલાકારો બંગાળની સાડી બનાવશે

ગુજરાતી કલાકારો હવે બંગાળની સાડીઓ બનાવવાના છે. ગુજરાતના ૫૦ જેટલા આર્ટિસ્ટને બંગાળની બિષ્ણુપુરી અને મુર્સીદાબાદ સિલ્ક સાડી પર હાથ કામગીરી કેવી રીતે કરવી તે શિખવી રહ્યા છે. મૂળ કોલકત્તાની ડિઝાઈનર કુહેલી ભટ્ટાચાર્ય હાલ કચ્છના કેટલાક  ગામડાઓના આર્ટિસ્ટોને આ ટ્રેનિંગ આપી રહી છે.

તે કચ્છના આઠ ગામ જેવા પાઢર, લખપત, ધોરી, ધાનેતી, જિકરી, ભુજોડી, ભચાઉ અને સુમરાસના કલાકારોને આ તાલીમ આપી રહી છે. આ તાલીમ મામલે યુવા ડિઝાઈનર કુહેલી ભટ્ટાચાર્યે જણાવ્યુ હતું કે, અહીંના કલાકારો ખૂબ જ ટેલેન્ટેડ છે. પરંતુ તાલીમના અભાવે તેઓ માત્ર એમ્બ્રોડરી વર્કનું જ કામ કરી શકે છે. જેથી છેલ્લા કેટલાક સમયથી હું તેમને તાલીમ આપી રહી છું. હું તેમને સિલ્ક સાડી પર ભરતકામ કેવી રીતે કરવુ તે શિખવી રહી છું. તેમજ તેમને વેસ્ટર્ન ગાઉન્સ પર કેવી રીતે ભરતકામ કરવુ તે પણ હું તેમને શિખવીશ.

હું તેમને કપડા પર કલર કોમ્બિનેશન અને ડિઝાઈન કેવી રીતે કરવી તે પણ શિખવાડી રહી છું. મહત્વની વાત એ છે કે, આ કલાકારો દ્વારા બનાવાયેલા પ્રોડક્ટ હવે ઓનલાઈન પણ વેચાવા જઈ રહ્યા છે. આ યુવા ડિઝાઈનરે સ્થાનિક આર્ટિસ્ટોને પહેલા બંગાળના ફેમસ ભરતકામના ટાંકા શિખવાડ્યા હતા. જેમાં ટસર, મોટકા અને સિલ્ક પર કેવી રીતે કામ કરવુ તે શિખવાડ્યુ હતું. ત્યારબાદ બંગાળની કાંથા કલા પણ શિખવાડી હતી.