શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 20 મે 2015 (17:26 IST)

કૂટણખાનું ચિલોડા ગેસ્ટહાઉસમાંથી ઝડપાયું

ગાંધીનગર તાલુકાના ચિલોડા વિસ્તારમાં આવેલ એક ગેસ્ટહાઉસમાંથી પોલીસે એક કૂટણખાનું ઝડપી પાડી બે રૂપલલના અને બે ગેસ્ટહાઉસના કર્મચારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર તાલુકાના ચિલોડા વિસ્તારના અશ્વમેઘ કોમ્પ્લેકસમાં આવેલ બાલાજી ગેસ્ટહાઉસમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે એએસપીએ ટીમે નકલી ગ્રાહક મોકલી છટકું ગોઠવી બે રૂપલલના અને ગેસ્ટહાઉસના બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. 

જ્યારે ગેસ્ટહાઉસનો સંચાલક ફરાર થઇ ગયો હતો. ગેસ્ટહાઉસમાં દેહ વ્યાપાર માટે મુંબઇથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. પોલીસે ગેસ્ટહાઉસના સંચાલક ચેતન પોકારજી પુરોહિત, જબ્બરસિંહ ભંવરસિંહ રાજપુરોહિત અને વનરાજસિંહ ચેતનસિંહ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.