શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

કેટલાક તોડવાનું કામ કરે છે - રાહુલ

P.R

આજે જે રાજનેતાઓ છે તે જનતાથી દુર કેમ રહે છે અને મોટી મોટી ગાડીઓમાં ફરે છે એવો એઆઈસીસીના સેક્રેટરી અને યુવા કાગ્રેસ નેતા સાંસદ રાહુલ ગાંધીએ આજે અહીં કચવાટ ઠાલવી કહ્યું હતું કે, કેટલાક પક્ષો તોડવાનું રાજકારણ ખેલી રહ્યા છે.

અભય ઊડાન-મેરા ભારત મહાન કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાત કોલેજ ખાતેના મેદાનમાં ઊમટી પડેલ માનવ મેદનીને સંબોધતા યુવા સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 60 વર્ષ પહેલાં દેશને આઝાદી અપાવનાર એવા નેતા હતા કે જેમની પાસે ટીવી, ટેલીફોન, ઈન્ટરનેટ ન હતા. આજના જેવી સુખ સુવિધા ન હતી. લાખો લોકોને પત્ર લખી સમાચાર મોકલતા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અત્યારે બે પ્રકારની રાજનીતિ છે જેમાં એક તોડવાની રાજનીતિ છે જે કેટલાક પક્ષો કરે છે. બીજી રાજનીતિ જોડવાનું કામ કરે છે જે આત્મવિશ્વાસ વધારવાની અને ડર હટાવવાની રાજનીતિ છે. જે ગાંધીજી કરતા હતા. જેના રસ્તે કાગ્રેસ ચાલી રહી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, અભય ઊડાન-મેરા ભારત મહાન કાર્યક્રમ ગુજરાતે કર્યો છે. જે હિન્દુસ્તાનને જોડવાનો કાર્યક્રમ છે. આપણો દેશ કરોડો લોકોનો દેશ છે. કોઈથી ડરવાની જરૂર નથી આપણો દેશ પોતાની રીતે આગળ વધીને વિશ્વમાં નંબર વન બનશે.

કાર્યક્રમના અંતે તેમણે ઊપસ્થિત લોકોને ઊભા થઈ હાથ ઉંચા કરાવી રાષ્ટ્રીયતાના શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, દિનશા પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.