શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (17:37 IST)

ગણેશ મંડપોમાં પોલીટીકલ ડેકોરેશન થયું તો કાર્યવાહી

વડોદરા લોકસભાની પેટાચુંટણી માટેની આચારસંહિતા અમલમાં હોવાથી પરમદિવસથી શરૃ થતા ગણેશ મંડપોમાં પોલીટીકલ ડેકોરેશન નહી કરી શકાય અને જો તેમ થયેલુ જણાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.  પોલીસ દ્વારા  પણ ગણેશ મંડપો અને ઉમેદવારોને આ અંગે જરૃરી સુચનાઓ આપવામાં આવી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજવામાં આવેલી પ્રથમ બેઠકમાં આદર્શ આચારસંહિતાની જોગવાઇઓની જાણકારી આપવામાં આવી હતી. આચાસંહિતાના નિયમો સ્પષ્ટ છે અને તેનું ચુસ્ત પાલન બધાએ કરવુજ પડશે તેમજ જિલ્લા ચુંટણી અધિકારી અને ક્લેક્ટર અવંતિકાસિંઘે જણાવ્યુ હતુ ગણેશોત્સવ દરમિયાન પંડાલોની રાજકીય સજાવટ ટાળવી પડશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સદસ્યતા ધરાવતી અને ઉમેદવારો તેમના ચુંટણી એજન્ટસનો સમાવેશ કરતી સ્થાયી સમિતિની બેઠક હવે પછી યોજવામાં આવશે. તેમા પણ પક્ષો અને ઉમેદવારોને આચારસંહિતાના અમલની બાબતમાં કરવા યોગ્ય અને ટાળવા યોગ્ય બાબતોની જાણકારી આપવામાં આવશે. મતદારો પાસે નોટાનો વિકલ્પ ઉપલબ્ધ છે જેથી સેક્ટર ઓફિસર્સની મદદથી ઇવીએમ અવરનેસ પ્રોગ્રામ હાથ ધરવાનો છે જેમાં નોટાના ઉપલબ્ધ વિકલ્પની મતદારોને જાણકારી આપવામાં આવશે.
તેમણે જણાવ્યુ હતુ કે શાળાઓના માધ્યમથી મતદાર શિક્ષણ અને જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે. બીએલઓઝ દ્વારા ફોટો ઓળખ કાપલીઓની સાથે મતદારો પાસે સંકલ્પપત્રો ભરાવાશે. મોબાઇલ સેવાદાતાઓની મદદથી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ તેમના ગ્રાહક મતદારોને તા.૧૩ના રોજ મતદાન અવશ્ય કરવાનો સંદેશ આપતા બલ્ક એસએમએસ પાઠવવામાં આવશે. બીએલઓઝના માધ્યમથી જિલ્લા ચુંટણી અધિકારીના ખાસ અનુરોધ પત્રનું પણ વિતરણ કરાશે. તા૧૦મી સપ્ટેમ્બરના રોજ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં મતદાન માટે શપથ ગ્રહણના કાર્યક્રમો યોજવામાં આવશે.