શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સુરત , મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (16:35 IST)

ગણેશઉત્સવની અવસર પર ગુજરાતી ડાયરો (સંગીત સંધ્યા)નું આયોજન 14 સપ્ટેમ્બર રોજ

               
  સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા એક વિશાળ અને ભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવ – 2016નું આયોજન સ્વાગત સોસાયટી,વાલમ નગર,બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે,સુરત(ગુજરાત) માં 4 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર,2016 દરમ્યાન કરવામાં આવ્યું છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા ગુજરાતી ડાયરા (સંગીત સંધ્યા)નું આયોજન 14 સપ્ટેમ્બર, 2016ના રાત્રે આઠ વાગ્યે રિદ્ધિ સિદ્ધિ ફાર્મ,સીમાડા નાકા,સુરત ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં અલ્પાબહેન પટેલ, અશોકભાઈ માણિયા, મધુરભાઈ હડિયા,મનસુખભાઈ બિલોરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે.  

         સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિગરકુમાર કોઠિયા,ગુજરાત રાજ્ય ચીફ સંગઠન મહામંત્રી રવિન્દ્રભાઈ સોંડાગર,રાજ્ય સંગઠન મહામંત્રી રમેશભાઈ રાદડિયા, પાર્ટીના સંગઠન નિરીક્ષક સંજય ગાંધી,ગુજરાત રાજ્ય મીડિયા ચીફ દિલીપભાઈ પટેલ,સુરત જિલ્લા યુવા મહામંત્રી જિગ્નેશભાઈ વિરાણી,સુરત જિલ્લા યુવા પ્રમુખ પીયૂષભાઈ મોવાલિયા,સુરત જિલ્લા યુવા સંગઠન મંત્રી વિનોદભાઈ આહિર, ઓલપાડ તાલુકા કાર્યકારી પ્રમુખ માધુભાઈ અનઘન,ગુજરાત રાજ્ય યુવા સલાહગાર મંત્રી ચિરાગભાઈ કંથારીયા, યુવરાજ ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.