શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (15:59 IST)

ગુજરાતનાં સમૂહલગ્ન અને એવરગ્રીન મણિયારા રાસને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન

પોરબંદર જિલ્લામાં આવેલા નેરાણા ગામમાં સોમવારે એકસાથે ૬૦૩ સમૂહલગ્નો યોજાયાં હતાં. મૅરેજમાં હિન્દુ સમાજની અલગ-અલગ ૪૧ જ્ઞાતિનાં દંપતી ઉપરાંત મુસ્લિમ, જૈન અને પંજાબી કપલનાં પણ મૅરેજ કરાવવામાં આવ્યાં હતાં. નેરાણામાં યોજાયેલા આ સમૂહલગ્નના સમાપન પછી સાંજે છ વાગ્યે મેર સમાજના શૌર્ય રાસ એવા મણિયારો રાસનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રાસ મેર સમાજના ૨૧૦૦ યુવાનો એકસાથે રમ્યા હતા. એક જ રાસ અને એક જ ગીત પર એકસાથે આટલા યુવકો રમ્યા હોય એ વર્લ્ડ રેકૉર્ડના નોંધાવવામાં આવેલા આ દાવાને પણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સોમવારે સ્વીકારવામાં આવ્યો હતો, જ્યારે એક જ સમયે એકસાથે સૌથી વધારે સમૂહલગ્ન અને એ પણ અલગ-અલગ વિધિ દ્વારા કરાવવામાં આવ્યાં હોય એ વાતની પણ નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં લેવાશે.

આ અગાઉ ૨૧ જાન્યુઆરીએ રાજકોટ નજીક કાગવડ ગામે ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા કુલ ૫૨૧ સમૂહલગ્નો કરાવવામાં આવ્યાં હતાં. સોમવારનાં સમૂહલગ્નો સાથે હાઇએસ્ટ સમૂહલગ્નનો રેકૉર્ડ નેરાણા ગામમાં થયેલાં સમૂહલગ્નનો ગણાશે. સોમવારે કરાવવામાં આવેલાં સમૂહલગ્નમાં પ્રત્યેક દીકરીને અઢી લાખ રૂપિયાનો કરિયાવર આપવામાં આવ્યો હતો.