શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : મંગળવાર, 24 મે 2016 (14:17 IST)

ઘો.10નું 67.06 ટકા પરિણામ , છોકરીઓ મેદાન મારી ગઈ

અમદાવાદઃ ગુજરાત બોર્ડે પોતાની વેબસાઇટ પર ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે ધોરણ 10નું 67.06 ટકા પરિણામ આવ્યું છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 71.11 ટકા અને વિદ્યાર્થીઓનું 63.62 ટકા પરિણામ આવ્યું છે. આમ, આ વખતે પણ પરિણામમાં છોકરીઓ મેદાન મારી ગઈ છે.

જોકે, હજુ પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સવારે દસ વાગ્યે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટનું વિતરણ 26મીના રોજ કરાશે. આ વર્ષે 10,38,000 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.

બોર્ડની વેબસાઇટ www.gseb.org અને www.gipl.net પર પણ પરિણામ જાણી શકશે. પરિણામ આવ્યા પછી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ તારીખ 26 મેથી 7 જૂન દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ પરિણામ બાબતે કોઇ મુશ્કેલી અંગે ટોલ હેલ્પલાઇન નંબર 1800 233 5500 પર ફોન માર્ગદર્શન મેળવી શકશે.ઘો.10નું 67.06 ટકા પરિણામ

અમદાવાદઃ ગુજરાત બોર્ડે પોતાની વેબસાઇટ પર ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે ધોરણ 10નું 67.06 ટકા પરિણામ આવ્યું છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 71.11 ટકા અને વિદ્યાર્થીઓનું 63.62 ટકા પરિણામ આવ્યું છે. આમ, આ વખતે પણ પરિણામમાં છોકરીઓ મેદાન મારી ગઈ છે.

જોકે, હજુ પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સવારે દસ વાગ્યે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટનું વિતરણ 26મીના રોજ કરાશે. આ વર્ષે 10,38,000 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.

બોર્ડની વેબસાઇટ www.gseb.org અને www.gipl.net પર પણ પરિણામ જાણી શકશે. પરિણામ આવ્યા પછી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ તારીખ 26 મેથી 7 જૂન દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ પરિણામ બાબતે કોઇ મુશ્કેલી અંગે ટોલ હેલ્પલાઇન નંબર 1800 233 5500 પર ફોન માર્ગદર્શન મેળવી શકશે.

પરિણામ હાઈલાઇટ્સ
-ધોરણ 10નું 67.06 ટકા પરિણામ જાહેર
-અંગ્રેજી માધ્યમનું 88.84 ટકા પરિણામ
-હિન્દી માધ્યમનું 68.01 ટકા પરિણામ
-વિદ્યાર્થિનીઓનું 71.11 ટકા અને વિદ્યાર્થીઓનું 63.62 ટકા પરિણામ
-સૌથી વધુ સુરત જિલ્લાનું 71.77 ટકા
-સૌથી ઓછુ નર્મદા જિલ્લાનું 25.26 ટકા