શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 નવેમ્બર 2014 (17:52 IST)

ચાર દિન કી ચાંદની...જેવું ન થાય તે માટે વૈજ્ઞાનિક ઢબે સ્વચ્છતા અભિયાન ચાલવું જોઈએ

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તેને જો વૈજ્ઞાનિક ઢબે પ્રોજેક્ટના રૃપમાં અમલીકરણ કરવામાં આવે તો તેનો હેતુ સિધ્ધ થઈ શકે, અન્યથા ચાર દિન કી ચાંદની જેવો તાલ થશે.
મનુષ્યને સામાજિક પ્રાણી ઉપરાંત બુધ્ધિશાળી તરીકે તેની ગણના થાય છે, પરંતુ સૌથી વધુ પ્રદુષણ મનુષ્ય જ ફેલાવે છે. વિકાસની ગાડીની ગતિ એટલી બધી વધી ગઈ છે કે છાશવારે આ ગાડી વિનાશના માટે જઈ રહી હોય તેવું લાગે છે. પ્રથમ તો તમામ પ્રકારના પ્લાસ્ટીક પર પ્રતિબંધ હોવો જોઈએ અને તેનો અમલ તંત્ર દ્વારા કડક પણે થાય તે જરૃરી છે. આપણે ત્યાં આ વિષયમાં જાગૃતિ ઓછી હોય તેથી જો દંડનીય કાર્યવાહી કરવામાં આવે તો લોકોમાં જાગૃતિ ઉભી થશે.

સ્વચ્છતા અભિયાનમાં માત્ર કચરાને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે તેના બદલે પ્રદુષણ તથા પર્યાવરણને સરખા ભાગે કેન્દ્રસ્થાને રાખવાની જરૃર છે. જેમ કે પ્રદુષણ ઓકતા વાહનો પર પોલીસ તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવે તો ઘણો ફેર પડે. ઘણી બધી રીક્ષાઓ કેરોસીનથી ચાલતી હોય રસ્તા પર કાળો ધુમાડો છોડે છે જાહેરમાં કચોર બાળવાથી આસપાસનું વાતાવરણ ખરાબ થાય છે ઉપરાંત શહેરમાં ઠેરઠેર એકઠા થયેલા ઘન કચરાનો તુરંત નિકાલ થવો જોઈએ. તંત્ર પોતાનું કામ જો રોજ કરે તો ગંદકીની અર્ધી સમસ્યા આપોઆપ ઉકેલાઈ જાય તેમ છે.

પર્યાવરણ માટે માત્ર ચોમાસા વખતે જ નહી પરંતુ બારે માસ વન વિભાગ દ્વારા રોપા કે છોડનું વિતરણ ચાલુ રહેવું જોઈએ. શહેરમાં આવેલા જાહેર શૌચાલયો અને જાહેર મુતરડીઓની નિયમિત સફાઈ ઉપરાંત તેને વૈજ્ઞાાનિક ઢબે બનાવવા જોઈએ. જેમાં હવા ઉજાસ અને પાણીની પર્યાપ્ત સુવિધા હોય. પ્રત્યેક પાણીના પરબના નળ નીચે બે લીટરની બોટલ રહી શકે તેટલી જગ્યા હોવી જોઈએ. આમ સ્વચ્છતા અભિયાન સાર્વત્રિક દિશામાં ચાલવું જોઈએ.