શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 4 મે 2016 (13:25 IST)

જયપુરનો બોબ બ્લાસ્ટનો આરોપી પાલનપુરથી ઝડપાયો

ગુજરાત એટીએસે વર્ષ 2008માં જયપુર રાજસ્થાનમાં થયેલ બ્લાસ્ટના કેસમાં વૉંટેડ આરોપી મોહમદ સુવેલ મોહમદ ઉમેરની પાલનપુર પાસેથી ધરપકડ કરી હતી. વર્ષ 2002માં આરોપી સાજીદ ઉર્ફે સજ્જાદ મનસુરી તપાસ દરમિયાન સુરતમાં પોતાના સાથીદારો સાથે દેશદ્રોહી પ્રવૃતિ કરતો હતો. ત્યારે સુરત પોલીસે રૅડ કરતા જ સાજીદ નાસી જઇને રાજસ્થાનના કોટા ભાગી ગયો હતો. અને ત્યાં એક કોર ગૃપ તૈયાર કરી ત્યાનાં યુવાનોને દેશદ્રોહી પ્રવૃતિ અંગે પ્રોત્સાહીત કરી તેઓને દેશદ્રોહી પ્રવૃતિ કરવા ઉશકેરતો હતો. સાથે જ અન્ય નવયુવાનોને પાવાગઢ ખાતે દેશ વિરોધી પ્રવૃતિ કરવા ટ્રેનિંગ પણ આપતો હતો. જે અંગે જયપુર સીઆઇડીમાં ગુનો નોંધાયો હતો અને તેમાં 14 આરોપીઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા હતા. જો કે તેમાં ત્રણ શખ્સો વૉંટેડ હતા અને હાલ પકડાયેલો સુવેલ ઉમેર પણ વૉંટેડ હોવાની માહિતીના આધારે ગુજરાત એટીએસે તેને ઝડપી પાડી જયપુર પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી. આરોપી સાજીદ ઉર્ફે સજ્જાદ મનસુરીની જે તે સમયે ધરપકડ થઇ હતી અને તેને જેલભેગો કરી દેવાયો હતો. જો કે તે હાલ જેલ બહાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.