શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ધનારક કમુરતાની શરૂઆતઃ શુભકાર્યો પર બ્રેક

P.R
તા. ૧૬ ઉ માગશર સુદ ચૌદસને આજથી ધનારક કમુરતાની શરૂઆત થાય છે. આ ધનારક કમુરતા એક મહિના સુધી ચાલશે અને ત્યાંશ સુધી તમામ શુભકાર્યો પર બ્રેક લાગી જશે. હિન્દુક શાસ્ત્રોક્ત માન્યિતા અનુસાર આવતી કાલથી શરૂ થઈને ઉત્તરાયણ સુધી એટલે લગભગ એક મહિના સુધી કોઇ ધર્મ કાર્ય કે પછી લગ્ન-યજ્ઞોપવિત-ગૃહપ્રવેશ-નૂતનકાર્ય આરંભ જેવા શુભકાર્યો કરી શકાતા નથી. સોમવારથી લગ્નોને પણ બ્રેક લાગી જશે હવે ઉત્તરાયણ બાદ લગ્ન ગાળો પુનઃ શરૂ થશે.

આ દિવસો દરમિયાન લગ્નોની સાથે સગપણ, વાસ્તુત પૂજન, કથા, હવન કે ગૃહપ્રવેશ જેવા કાર્યો કરી શકાતા નથી. સ્વાનમિનારાયણ સંપ્રદાયમાં ધનુર્માસની ઉજવણી થશે. જેમાં ગુરુકુળ, શાહીબાગ બીએપીએસ અને કાલુપુર સ્વાસમિનારાયણ મંદિર ખાતે શ્રીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. કેટલાક મંદિરોમાં ધનુર્માસ નિમિત્તે કથાના પણ આયોજનો કરાયા છે. ધનુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.