શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:04 IST)

પોરબંદરના મિશાલ-1 જહાજની જળસમાધી, 4 કરોડનું નુકશાન

શારજહાથી જુના વાહનો ભરીને ઓમાન જતું પોરબંદરનું જહાજ મિશાલ-1 દરિયામાં ભેખડ સાથે ટકરાતાં દરિયામાં ડૂબી ગયું હતું. આ જહાજમાં રહેલા ચાલકદળના 11 જેટલાં સભ્યોને માછીમાર લોકોએ બચાવી લીધા હતાં.1000 ટન વજન ધરાવતા અને 4 કરોડની કિંમત ધરાવતું આ જહાજ ડૂબી જતાં વહાણ માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.આ જહાજ વર્ષ 2001-02 માં બનાવવામાં આવ્યું હતું જેનું વજન આશરે 1000 ટન જેટલું હતું. શારજાહથી 400 ટન જુના વાહનો ભરીને ઓમાન તરફ જતું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે અંદાજે 4 કરોડનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીખુભાઈ લોઢારીના કુલ 3 જેટલા જહાજો છે તે પૈકીના એક જહાજે વર્ષો પહેલા જળસમાધી લીધી હતી તેના વિમાની રકમ પણ હજુ મળી નથી ત્યાં બીજા જહાજે જળસમાધી લઈ લેતાં જહાજમાલિક આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.