શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (14:34 IST)

પ્રાથમિક શાળાની શિક્ષિકા પર બાળાત્કાર

બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની એક પ્રાથમિક શાળની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક શાળામાં બે વર્ષથી શિક્ષકની નોકરી કરતી મહિલાને ત્રાસીને તેની સાથે શાળાના આચાર્ય કાનજી મધાભાઇ વેણાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ સાબરકાંઠાની રહેવાસી શિક્ષિકા થરાદમાં એક પ્રાથમિક શાળામાં બે વર્ષથી ફરજ બજાવતી હતી. આ જ સ્કૂલમાં આચાર્યની પૉસ્ટ પર ફરજ બજાવતા મધાભાઇ વેણાએ મહિલા શિક્ષકને માનસીક ત્રાસ આપવાની શરૂઆત કરી હતી.
મહિલા શિક્ષિકા થરાદમાં એકલી રહેતી હોવાનો ફાયદો ઉઠાવાની રાહ જોઇ રહેલો હવસખોર આચાર્ય અવારનવાર તેના ઘર પર પહોંચી જતો હતો અને તેને હેરાન કરતો હતો. પરંતુ 9 ફેબ્રુઆરીએ જ્યારે મહિલા શિક્ષિકા પોતાના વતન સાબરકાંઠાની પરત ફરી રહી હતી ત્યારે તેને થોડું મોડું થઇ ગયું હતું. શિક્ષિકાએ થોડી લેટ આવશે એવો ફોન આચાર્યને કર્યો હતો. હવસખોર આચાર્યએ મહિલા શિક્ષાકને થરાદ હોવાનું અને સાથે સ્કૂલ જવાનું કહ્યું હતું. બંને કારમાં સ્કૂલ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સ્થળે માત્ર દસ મિનિટ માટે પેમેંટ લેવાનું કામ હોવાનું જણાવ્યું હતું.

હવસખોર આચાર્યએ પોતાની કાર થરાદ ડીસા હાઇવે પરની ગાયત્રી સોસાયટીમાં આવેલા એક મકાન પાસ લઇ ગયો હતો. અહિંયા મહિલા શિક્ષિકાને ચા-પાણી કરવાના બહાને ઘરમાં લઇ ગયો હતો. અહિંયા મોકાનો ફાયદો ઉઠાવીને પોતાની વર્ષોની હવસ તૃપ્ત કરવા માટે હેવાને ‘ઘણા દિવસે હાથમાં આવી છે’એવું કહીને બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની અને નોકરીમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી. મહિલા શિક્ષિકાએ સમગ્ર ઘટનાની જાણ પોતાની પતિને કરતાં બંને મળીને આચાર્ય વિરુદ્ઘ થરાદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ કર્યો છે.