શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:35 IST)

બસ દોડાવવાનું શરૂ. એસ.ટી બપોર પછી

શહેરમાં અનામત અાંદોલનને પગલે ફાટી નીકળેલાં તોફાનોના લીધે મંગળવારે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોઅે પણ રાજ્યભરમાં લકઝરી બસ અટકાવી દીધી હતી. જાેકે અાજે સવારથી પરિસ્થિત થાળે પડી રહી હોવાનું લાગતા ટ્રાવેલ્સ સંચાલકોઅે રાજ્યભરના રૂટ પર લકઝરી બસ દોડાવવાનું શરૂ કરી દીધું છે. રિક્ષા ચાલકોઅે પણ સવારથી જ રિક્ષાઅો શરૂ કરી દીધી છે.

ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોઅે લકઝરી બસો અેક દિવસ માટે બંધ રાખતાં રાજ્યભરમાં ૫૦૦૦ જેટલી લગઝરી બસનાં પૈડાં અેક દિવસ માટે થંભી ગયાં હતાંઅને ટ્રાવેલ્સ ઉદ્યોગને અેક જ દિવસમાંં રૂ. સાત કરોડનો ફટકો સહન કરવો પડ્યો હતો. જાેકે અાજે સવારથી જ શહેરમાં પરિસ્થિત થાળે પડતી હોવાનું જણાઈ રહયું છે અને મોટા ભાગની દુકાનો પણ ખૂલવા લાગી છે ત્યારે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોઅે અાજે વહેલી સવારથી તમામ રૂટ પરની બસ દોડાવવાનું શરૂ કરી દીધુ છે. અા અંગે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના પ્રમુખ મેઘજી ખેતાણીઅે જણાવ્યું કે અાજે વહેલી સવારે ૬-૩૦ વાગ્યે પ્રથમ બસ શરૂ કરવામાં અાવી છે.

અાજે સૌરાષ્ટ્ર તરફના રાજકોટ અને જામનગરના રૂટ પર મુસાફરોને ભારે ધસારો જાેવાતાં અા રૂટ પર વધારાની બે બસ દોડાવવી પડી છે. તે સિવાય રાજ્યના તમામ અાંતરિક રૂટ પર ચાલતી બસો ફરીથી શરૂ કરી દેવાઈ છે. શ્રીનાથજી અને નાથદ્વારા રૂટની લકઝરી બસ વહેલી સવારે રવાના કરી દેવાઈ છે જ્યારે રાજ્ય બહારના અન્ય રૂટ પરની બસ સાંજે પાંચ વાગ્યા બાદ શરૂ કરાશે.

અમદાવાદઃ પાટીદાર અનામત અાંદોલનને લઈને રાજ્યભરમાં ઠેર ઠેર ફાટી નીકળેલાં હિંસક તોફાનો અને અાગજનીને લઈને રાજ્યના એસટી તંત્રને ૨૬ કરોડનું નુકસાન થયંુ છે. સૌથી મોટું નુકસાન એસટી તંત્રને રૂ.૨૬ કરોડનું બસ સળગી જવાથી, તોડફોડ થવાથી અને ગઈકાલે બસ સેવા બંધ રહેવાથી ૫ાંચ કરોડની અાવકનું નુકસાન સાથે કુલ મળીને ૩૨ કરોડનું નુકસાન થયું છે. 

એસટી નિગમના સચિવ એડી દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર સાથે સતત પરામર્શ ચાલુ છે. જનજીવન પ્રવર્તન થઈ રહ્યું છે એટલે મુખ્ય શહેરોને બાદ કરતાં લોકલ એસટી સર્વિસ ગામડાંઓમાં બપોર પછી શરૂ કરવામાં અાવશે. બે દિવસનાં તોફાનો દરમિયાન રાજ્યમાં કુલ ૯૦ એસટી બસ સળગી ચુકી છે. ૬૦ બસોને તોડફોડથી અંદાજે બસ દીઠ લાખથી દોઢ લાખનું નુકસાન થયું છે. જ્યારે ૩૦ લાખની એક એવી ૯૦ બસો સળગી જતાં ૨૭ લાખ ઉપરાંત એક દિવસની ૫ાંચ કરોડની એસટીની અાવક પ્રમાણે કુલ અંદાજે ૩૨ કરોડનું નુકસાન એસટી તંત્રને થયું છે.  રોજના અંદાજે દોઢ લાખ પ્રવાસીઓ એસટી બસમાં રોજ મુસાફરી નિયમિત કરી રહ્યા છે. તોફાનો દરમિયાન રસ્તામાં તોફાનોમાં અટવાયેલી બસો અને મુસાફરોને સલામત સ્થળે લઈ જવાની કેટલાક કિસ્સાઓમાં પ્રવાસીઓને પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી રહેવાની સગવડ પણ એસટી તંત્રએ પૂરી પાડી હતી. મોટાભાગની પ્રવાસીઓથી ભરેલી બસોને ૨૫મીએ રાત્રે પોલીસ પ્રોટેક્શન હેઠળ અાવરી લેવાઈ હતી અને પ્રવાસીઓના સલામત સ્થળે ખસેડાયા હતા