શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (15:36 IST)

બેટા મને ઝેર આપી દે એટલે બધું પતી જશે

મનુષ્યના જીવન સંસારમાં બચપન, યુવાની, ઘડપણ અને ઘણા સુખદુઃખ હન કરી એકધારો સરસ રીતે ચાલતો ઘરસંસાર જીવનમાં ક્યારેક એવો વળાંક લે છે કે જાણે બધું જ સમાપ્ત થઈ ગયું હોય તેવો ભાસ થાય છે. કપરા સમયે જિંદગીનો અંત આણી દેવાની ઈચ્છા થાય છે, બેટા મને પટી જવાની દવા લાવી આપ, એટલે ડખો જાય. આવા અસહ્ય ઉદગાર વૃધ્ધ માતાના મોંઢામાંથી સરી પડે છે.  આવા જ મહેસાણાના લક્ષ્મીપુરા ગામના ૮૫ વર્ષના અમથી બાની વેદના સતત સલામતીભર્યા પરિવારમાં ઉછરેલી સ્ત્રી માટે જ્યારે જિંદગીનો જંગ લકવાગ્રસ્ત બની હાથે પગે લડવાનો સમય આવે ત્યારે સાચા અર્થમાં પોતાના જ પરાયા હોય તેવો રંજ થાય છે.

મહેસાણાના લક્ષ્મીપુરા ગામના અમથી બાને સાટા-પાટાના રિવાજના સમયમાં લાચારી, કઠીણાઈ વેઠીને પરિવારને ટકાવી રાખ્યો હશે. એ જ અમથીબાને  છ દીકરાઓનું પાલન પોષણકરી અમથીબાએ યુવાનીમાં કપડા, ચંપલ, દૂધ, શાકભાજીમાં કરસકર કરી પોતાના સંતાનોને શિક્ષણ માટે ફી ભરી ભણાવ્યા જમીન વેચીને હિરાના કારખાના માટે સહાય કરી પોતાનું મંગલસુત્ર, કડુ, કાનના બુટીયા, માદળીયા ગીરવે મુકીને વહુ મંગળસુત્ર  હાર પહેરાવી લાવી આપ્યા. તેમના બાળકોના બાળોતીયા ધોયા હતા. આજે અમથીબાના કપરકાબી, વાસણો, મકાન, જમીન, સોગાદ પણ સાથે રાખેલ નથી. પરિવારને ટી.વી. ચેનલ સામે બેસવાનો ઘણો સમય મળે છે, પરંતુ ઘરડા અસહાય લકવાગ્રસ્ત અમથી બા પાસે અડધો કલાક ગાળવાનો સમય નથી. અમથી બા ને શૌચક્રિયા જવું હોય ત્યારે દીકરાની વહુની હાજરીમાં ઈચ્છા દબાવી રાખવી પડે છે