શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (14:24 IST)

ભાજપના નેતાઓ હવે કાર્યક્રમોમાં હાજરી આપશે

પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે ફૂટી નીકળેલા અન્ય સંગઠનોએ નેતાઓ માટે ક્યાં જવું ક્યાં નહીં તેવી મડાગાંટ છૂટતી ન હતી. ભાજપના નેતાઓ માટે આ સૌથી મોટી મડાગાંઠ હતી. જોકે મુખ્યપ્રધાને જે પ્રમાણેનું વચ્ચેના રસ્તા સમાન પેકેજ જાહેર કર્યું તે જોઈને ભાજપના નેતાઓની હિમ્મત મહદ અંશે ખુલી છે. અત્યારે ભાજપના નેતાઓ નાનામાં નાના કાર્યક્રમોમાં પણ હાજરી આપવાનું ચુકતા નથી. રાહત પેકેજના નામે નેતાઓ સરકારે લોકોનું સાંભળ્યું છે તેવા બણગા ફૂંકતાં રહે છે.
થોડા જ દિવસો અગાઉ કોર્પોરેશન દ્વારા મહાવીર નગર વોર્ડમાં 177માં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. રૂ. 820.94 લાખના ખર્ચે તૈયાર કરેલા આ સ્ટેશનના લોકાર્પણ માટે ડે. મેયર બિપિન સિક્કા, સાંસદ કિરિટ સોલંકી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પ્રવિણ પટેલ અને અહીંના ધારાસભ્ય એચ. એસ. પટેલ પણ આવી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં નેતાઓ ઉપરાંતના પણ ભાજપના સભ્યો અને કાર્યકરો જોવા મળ્યા હતા.

બીજી તરફ પેકેજ જાહેર થયાના અગાઉના એક શૈક્ષણીક પ્રસંગમાં માત્ર સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. જગ્દીશ ભાવસાર અને શાશનાધિકારી ડો. એલ. ડી. દેસાઈ હાજર હતા. આ પ્રસંગમાં અસાક્ષર લોકોને સહી કરવા શિખવાડવા સાથે શિક્ષણ પ્રતિ રૂચી દાખવવાનો કાર્યક્રમ હતો. પરંતુ તે સમયે માહોલ જ એવો હતો કે નેતાઓ પ્રસંગમાં જાય ત્યાં જ થાળીઓ વાગવા લાગતી અને તેમને કાર્યક્રમમાંથી ધોએલા મોંઢે પાછું આવવું પડતું અને બીજા દિવસે સમાચાર પત્રોમાં છપાઈ જવું પડતું. જેને કારણે મુખ્યત્વે ભાજપના નેતાઓ આવા કાર્યક્રમોથી બહાર રહેતાં હતા. હવે તેવો માહોલ નથી રહ્યો છતાં હજુ ભાજપના નેતાઓને લોલીપોપ આંદોલનથી છૂપો ભય તો રહ્યો જ છે.