શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદ: , બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (15:56 IST)

ભાજપના પ્રરભારીનુ આગમન

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી પ્રદેશ પ્રમુખનુું નામ નિશ્ચિત થવા બાબતે કોકડું ગૂંચવાતાં પક્ષમાં અનેક પ્રકારની આંતરિક ચર્ચાઓ અને અટકળો શરૂ થઇ છે. પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓમાં પક્ષને મજબૂત બનાવવા માટે ભાજપના અગ્રણી અને ગુજરાતના પૂર્વ પ્રભારી ઓમ માથુર દસ દિવસ માટે રાજ્યની મુલાકાતે છે

ગઇ કાલે અમદાવાદ આવેલા ઓમ માથુરનું રાજ્યમાં દસ દિવસનું રોકાણ સૂચક મનાય છે. તેઓ દસ દિવસ દરમિયાન પક્ષને મજબૂત બનાવવા સાથે ડેમેજ કંટ્રોલની કામગીરી નિભાવશે તેવું ભાજપનાં આંતરિક સૂત્રો જણાવે છે. પક્ષમાં કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો અને આંતરિક ખેંચતાણમાં બે જૂથ પડી ગયાં હોવાની બાબતે બંને જૂથને એક સાથે પક્ષનાં હિતમાં સાથે મળીને કામ કરવા સમાધાનની ફોર્મ્યુલા માટે કામ કરશે. આ રોકાણ દરમિયાન તેઓ પક્ષનાં સંગઠનનાં તમામ નેતાઓ, સીએમ વગેરેને મળશે, ચર્ચા કરશે અને ભવિષ્યની રણનીતિ ઘડશે.