શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શુક્રવાર, 28 નવેમ્બર 2014 (17:58 IST)

મંત્રેલા પાણીથી રોગ મટે..? ઉંટવૈદો લોકોને લૂંટી રહ્યા છે

પીવાના પાણીમાં વધતા જતા ક્ષારના લીધે યુરીનને લગતી પથરીની બિમારી વધતી જાય છે.એક માહિતી મુજબ અસ્વચ્છ પાણી ઉપરાંત ખોરાકમાં વધતા જતા મીઠાના વપરાશથી  શહેરમાં ૧૦૦૦ માંથી ૫૦ લોકો પથરીની બિમારીથી પીડાય છે.આ ઉપરાંત ઝડપી જીવનશૈલીની વ્યસ્તતાના કારણે પથરીના પગલે યુરીન ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પણ વધતી જાય છે.પથરીની વધતી જતી બિમારીના પગલે  તેના ઉંટ વૈદા અને દેશી નુસખાઓના કારોબાર પણ વધતો જાય છે જે ભોળા દર્દીઓને છેતરપીંડી કરીને વર્ષે દહાડે લાખોની કમાણી કરે છે.

શરીરમાં લોહી શુધ્ધ કરવાનું કામ કરતી કિડની બગડી જશે એમ કહીને ડરાવવામાં પણ આવે છે.સામાન્ય રીતે શરીરનો કચરો કિડનીમાં ગળાઇને યુરિન દ્વારા બહાર આવે છે કયારેક  ક્ષાર કિડનીમાં સતત જમા થતા રહે તો તેનાથી કઠણ બને છે જેને પથરી કહે છે.આ બિમારીના પગલે દર્દીને પીઠના ભાગમાં અસહય દુખાવો તથા કયારેક ઉલટી પણ થતી થાય છે.મોટા ભાગના દર્દીઓ થોડાક સમય સુધી દુખાવો મટાડવા માટે એલોપેથી સારવાર અને સોનોગ્રાફી કરાવ્યા પછી  દેશી ઉપચારો અને દાવાઓનો સહારો લેતા થઇ જાય છે. અમદાવાદમાં પથરી મટાડવાનો દાવો કરતી વિવિધ પ્રકારની પડિકીયું ૧૦૦ થી માંડીને ૩૦૦ રુપિયા સુધીની મળે છે. હકીકતમાં શુધ્ધ આયુર્વેદ ઉપચાર પરંપરામાં આવી કોઇ વાત હોતી નથી. પરંતુ કહેવાતા વૈદ્યો જાત-જાતના નુશખા અજમાવવાનું કહે છે.

આ ઉપરાંત ૩૦૦ થી ૪૦૦ રૃપિયામાં લીબુંના રસમાંથી બનાવેલી અતિ ખાટી દવાઓની બાટલીઓનું ખાનગી રીતે વેચાણ થાય છે.જે પીવાથી પથરીનો ભાગીને ભુક્કો થઇ જતો હોવાનું દાવો કરીને ગ્રાહકોને ભરમાવવામાં આવતા હોય છે. એટલું જ નહી કેટલાક સ્થળે તો  પથરીનો ૧૦૦ ટકા ઇલાજ એવું બોર્ડ પણ મારવામાં આવે છે આથી ઓપરેશનનો ખર્ચ બચાવવા માટે દર્દીઓ ખરીદવા માટે  લલચાય છે.જેમાં પથરીની દવાઓ વેચનારા જાણે કે ડિગ્રી લીધેલા તબીબ હોય એમ દર્દીને કે ૨ થી ૬ એમ એમ સુધીની પથરી સરળતાથી વગર ઓપરેશને દવાથી જ દૂર થઇ જશે,આથી ખોટા ખર્ચમાં ઉતરવાની જરૃર નથી એવી સલાહ આપે છે.એટલું જ નહી આ પહેલા દવા લઇને જેને રાહત થઇ હોય તેના દાખલા પણ આપવામાં આવે છે,જરૃર પડે ફોન કરીને વાત પણ કરાવવામાં આવે છે.આમ પથરી જેવી યુરીનલ માર્ગને લગતી બિમારીના નામે વર્ષે દહાડે ઉંટવૈદો લાખો રૃપિયાની લૂંટ ચલાવે છે.

પથરીના એક દર્દીના  જણાવ્યા અનુસાર પથરીની દવા વેચતા વૈદ પાસે રૃપિયા ૩૦૦૦ની દવા લીધી એ પછી પણ કોઇ સુધારો ન જણાતા લેસરથી ઓપરેશન કરાવવું પડયું જેમાં ૨૫૦૦૦  હજારનો ખર્ચ કરવો પડયો.અન્ય એક દર્દીના જણાવ્યા અનુસાર પથરી મટાડવાની અત્યંત ખટાશવાળી દવા પીવાથી પથરી તો ના મટી પરંતુ ખટાશના લીધે દાંતમાં સેન્સીટીવિટીની તકલીફમાં વધારો જરૃર થયો.

૨૧ મી સદીમાં નવાઇ લાગે એવી વાત એ છે કે ઘણા દર્દીઓ પથરી મટાડવા માટે ભૂવાઓ ખાસ મંત્ર ભણેલું પાણી પણ પીવે છે.કાગને બેસવું અને ડાળને ભાંગવું એ કહેવત મુજબ પથરીનો દુખાવો મટી ગયો હોય એવા દર્દીઓ જ પથરી મટાડતા ભુવાઓ અને ઉંટવૈદોનો પ્રચાર કરવા લાગે છે. પ્રાપ્ત માહિતી મુજબ બાબાઓ શરૃઆતમાં પથરી મટાડવાના પૈસા લેવાની ના પાડી દે છે પરંતુ ભગવાન કે માતાજીના નામે જે આપવા હોય તે આપો એમ કહીને આડકતરી રીતે પોતાનો કારોબાર વધારતા રહે છે.