શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 1 જુલાઈ 2015 (13:50 IST)

મહમંદ ઈરફાનને ગોધરા રજૂ કરાશે

વર્ષ ૨૦૦૦ થયેલા ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોનો બદલો લેવા પંચમહાલ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકી મહમંદ ઈરફાનને ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. એટીએસની ટીમ આજે ઈરફાનને ગોધરા કોર્ટમાં રજૂ કરશે અને વધુ તપાસ માટે સીઆઈડી ક્રાઈમને સોંપશે.

એટીએસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર મહંમદ ઈરફાનને તેના અન્ય સાગરિતો સાથે મળીને ગોધરા કાંડ બાદ થયેલા તોફાનોમાં માર્યા ગયેલા લોકોનો બદલે લેવા કાવતરું રચી પંચમહાલના ગોધરા, મહેતલ, કાલોલ, ઠાસરા તેમજ લુણાવાડા ખાતે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ બોમ્બ તેણે બનાવવા મથુરાથી ગંધક અને અન્ય સામગ્રીઓ મગાવી હતી. આ બોમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. એટીએસીની ટીમને બાતમી મળી હતી કે બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી મહમંદ ઈરફાન મધ્ય પ્રદેશમાં સહડોલ ખાતે શેતરંજી વેચવાનું કામ કરે છે અને ત્યાં છુપાયો છે. જેના આધારે ગઈકાલે તેને ઝડપી લેવાયો હતો. એસટીએસની ટીમ આજે પૂરતા બંદોબસ્ત સાથે તેને ગોધરા કોર્ટમાં રજૂ કરશે. પંચમહાલ જિલ્લામાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ ગોધરા સીઆઈડી ક્રાઈમ ચલાવે છે. જેથી આજે કોર્ટમંા ઈરફાનને રજૂ કર્યા બાદ તેને સીઆઈડી ક્રાઈમનો સોંપી દેવાશે. આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આઠેક લોકોની ધરપકડ કરાઈ હતી.

ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. એટીએસની ટીમ આજે ઈરફાનને ગોધરા કોર્ટમાં રજૂ કરશે અને વધુ તપાસ માટે સીઆઈડી ક્રાઈમને સોંપશે.