શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 નવેમ્બર 2014 (17:50 IST)

મુખ્યમંત્રીએ ના પાડી'તી તોય, રુ. 55000નાં ફૂલોનો હાર પહેરાવ્યો!, સવા લાખનું તો લાઈટીંગ!

રાજકોટમાં મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળતાવેંત ભાજપના સ્થાનિક નેતાઓ-શાસકોને ફૂલહારનો ખોટો ખર્ચ નહીં કરવા માટે જાહેર મંચ પરથી અપીલ કરી હતી પણ આ વાતોમાં શાસકોને રસ નહીં હોવાનું તારણ નીકળ્યું છે. આજે મહાપાલિકાની સ્થાયી સમિતિમાં ૫૫ હજારનો ખર્ચ તો માત્ર ત્રણ કાર્યક્રમોમાં મહાનુભાવોને ફૂલહાર પહેરાવીને ફેંકી દેવામાં કર્યો છે.

આ અંગે વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી થઈ ત્યારે કાર્યકરોએ તેમનું સ્વાગત કરાયું તે દેખાડાયું પણ આ માટે ફૂલહારનો રૃ।.૨૦,૩૫૦નો ખર્ચ પણ કાર્યકરોએ કર્યો નથી બલ્કેૈ પ્રજાના તિજોરીમાંથી કરાયો છે. આ ઉપરાંત સૂચક સ્કૂલમાં આધુનિક રસોડા (કે જે રસોડામાં પછી રોટલી પણ બનતી ન્હોતી તેની ફીકર ન્હોતી)ના લોકાર્પણ કાર્યક્રમમાં ફૂડ ડેકોરેશનનો રૃ।.૧૫,૨૪૦નો અને આ જ દિવસે તા.૧૫ જૂને હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ફૂલહાર માટે રૃ।.૧૯૮૬૦નો ખર્ચ કરાયો હતો.

આમ, ત્રણ કાર્યક્રમમાં રૃ।.૫૫ હજારનો ખર્ચ અને તે પણ એક જ પેઢી પાસેથી ફૂલહાર ખરીદીને કરાયો છે. ઉપરાંત સાઉન્ડ સીસ્ટમ વગેરેનો કૂલ ખર્ચ રૃ।.૩.૬૩ લાખનો ખર્ચ આજે મંજુર કરાયો હતો.

આજે સ્થાયી સમિતિમાં એ સવાલ પણ ઉઠાવાયો હતો કે બાલભોગ માટે અને સી.એમ. માટે છત્રી, પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસ, નેપકીન, નળના પાણીને બદલે પીવાના પાણીની બોટલ વગેરે માટે રૃ।.૫૦,૨૩૪નો ખર્ચ કરાયો છે. ઉડાઉ ખર્ચનું એક ઉદાહરણ તો એ છે કે માત્ર લાઈટીંગ કરવા માટે પણ રૃ।.૧.૨૦ લાખથી વધુનું આંધણ કરી નાંખ્યું છે તો ગંભીર વાત એ બહાર આવી છે કે આ ખર્ચ માટે ભાવો મંગાવવાની પારદર્શક પધ્ધતિને પણ અનુસરવામાં આવી નથી અને બારોબાર મન પડે તેને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે.