શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2016 (12:17 IST)

રવિન્દ્ર જાડેજાના સસરા પર સર્વિસ ટેક્સની રેડ

એક્સાઈઝ કચેરીના સર્વિસ ટેક્સ વિભાગે રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સસરાને ત્યાં રેડ પાડી હતી. જાડેજાના સસરા મોટા બિઝનેસમેન છે અને તેમનો નવલખી-મુદ્રા સ્થિત વે બ્રિજનો સર્વિસ ટેક્સ નહીં ભરતા હોવાના મામલે આ તપાસ શરુ કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જાડેજાના સસરા હરદેવસિંહ સોલંકી નવલખી ખાતે એક વિશાળ વે બ્રીજની માલિકી ધરાવે છે. આ ઉપરાંત તેઓ અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. નવલખી વે બ્રીજનો સર્વિસ ટેક્સ લાંબા સમયથી કચેરીમાં જમા થયો નથી.  જેને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસમાં  મોટાપાયે ટેક્સ ચોરી સામે આવે તેવી આશા
ઈન્કમટેક્સના અધિકારીઓ રાખી રહ્યા છે.  દસ્તાવેજની તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.  ઈન્કમટેક્સના અધિકારીઓ આ મામલે વધુ તપાસ  હાથ ધરી છે. આ તપાસ મોડી રાત સુધી ચાલુ હતી.