શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

રાજકોટથી ઈન્દોર આવી રહેલ બસ અકસ્માતમાં 11ના મોત

ઉત્તરાયણ ઉજવવા ગયેલ ગુજરાતી પરિવારની ખુશી છીનવાય ગઈ

P.R
ધાર જિલ્લાના બદનાવરથી લગભગ 2 કિલોમીટર દૂર બદનાવર-દેવાસ ટૂલેન પર બુધાવારે સવારે 6:45 વાગ્યે રાજકોટથી ઈદોર આવી રહેલ સ્લીપર કોચ અને ટ્રકની ટક્કરથી 11 મુસાફરોના મોત થઈ ગયા. જેમા ઈદોરના 5 પરિવારોના 10 સભ્યો હતા. એક ભોપાલના રહેનાર હતો. 10 મુસાફરો ઘાયલ થઈ ગયા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.

રાજરતન ટુર્સ એંડ ટ્રેવલ્સની રાજકોટ-ઈન્દોર સ્લીપર કોચ (જીજે 18એક્સ-2584) અમદાવાથી ઉજ્જૈન થઈને ઈદોર આવી રહી હતી. બદનાવરના નજીક વડનગર માર્ગ પર સામેથી આવી રહેલ ચોખાની ટ્રક સાથે અથડાઈને ઘઉંના ખેતરમાં પલટી ગઈ. બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. જેમાંથી 9ના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા.

4 મૃતક એક જ પરિવારના

દુર્ઘટનામાં પખર નગર એરોડ્રામ રોડ ઈન્દોરના સોની પરિવારના ચાર સભ્યોનો જીવ જતો રહ્યો. જેમા મનીષ(26) પિતા પ્રેમસિંહ સોની, તેમની પત્ની મોનિકા(33), પુત્ર કનક(10) અને પુત્રી મુસ્કાન (12)નો સમાવેશ છે. તેઓ સપરિવાર ઉત્તરાયણ મનાવવા બહેનના ઘરે અમદાવાદ ગયા હતા, પણ પરત ન ફરી શક્યા.

મા દીકરાએ જીવ ગુમાવ્યો

રાજેન્દ્રનગર એબી રોડ ઈન્દોર ક્ષેત્રના રોયલ પાર્ક કોલોનીના પાયલ (38) પતિ આકાશ નીમા અને તેમનો પુત્ર કલશ(8)પણ પરિવારનો પરિવાર પણ વિખરાય ગયો. છત્રપતિ નગર ઈન્દોરના દીપક (34) પિતા શાંતિલાલ અને તેમની પુત્રી અક્ષિતા (4)પણ દુર્ઘટનામાં મારી ગઈ. દુર્ઘટનામાં ત્રણ વર્ષીય માહી પિતા સંજયનુ મોત થઈ ગયુ. બીજી બાજુ તેના માતા દીપાલી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ દ્રશ્ય જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ. રાધાકૃષ્ણ વિહાર ઈન્દોરની પચાસ વર્ષીય શોભના પતિ મુકેશ પાઠક પણ દુર્ઘટનામાં જીવ ગુમાવી બેસ્યા. બસનો ક્લીનર ભોપાલ નિવાસી રાજાનું પણ મોત થઈ ગયુ.