શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (18:31 IST)

રાજકોટમાં વધુ 15 લોકોએ આંખો ગુમાવી

રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા 12 દર્દીઓની આંખો ગુમાવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યા અંધાપાકાંડનો બીજો ભાગ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. 
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંખના રોગો માટેની સ્પેશિયલ સી.એચ.નગરી હોસ્પિટલમાં બુઘવારે આંખના પડદાની તકલીફવાળા 15 દર્દીઓને ઈંજેક્શન આપ્યા પછી તમામને આંખમાં સોજા આવવ તેમજ તે આંખેથી દેખાવાનુ જ બંધ થઈ ગયુ હતુ. આંખ ગુમાવનાર દર્દોઓમા 11 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. 
 
નગરી હોસ્પિટલના આંખના પડદાની તકલીફવાળા દર્દીઓને સ્વીડનની રોઝ કંપનીનુ 1100 રૂપિયાનુ અવાસ્ટીન દવાનું ઈંજેક્શન અપાયુ હતુ. કીકીની બાજુના ભાગે અપાતા ઈંજ્કેશન બાદ સાજે દર્દીઓને આંખ અને માથામાં દુખાવો શરૂ થવા સાથે આંખમાંથી પાણી નીકળવા માંડ્યુ હતુ. દર્દીઓને જ્યારે આંખની પટ્ટી ખોલી ત્યારે તે આંખેથી દેખાવાનુ બંધ થયુ હતુ. આમ એકાએક દેખાવુ બંધ થતા ભારે ચિંતા સાથે દર્દીઓ નગરી હોસ્પિટલ પહોંચ્યા હતા. 
 
દર્દીઓને અચાનક અંધાપો આવી જતા તેમના પરિવારજનોએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. સ્વજનોના ભારે હોબાળા વચ્ચે શહેરના મેયર સ્ટેંડિંગ કમિટિના ચેરમેન વિરોધ પક્ષના નેત સહિતના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 
 
નગરી હોસ્પિટલમાં એવાસ્ટીન ઈન્જેક્શનનો જત્થો બે દિવસ પહેલા જ મંગાવાયો હતો. મેડીકલ સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે કે આ ઈંજેક્શનનોને અમુક તાપમાનમાં રાખવા જરૂરી હોય છે. પણ કદાચ તે તાપમાન મુજબ દવાને રાખવામાં આવી નહી હોય તેવી શક્યતા છે. આંખમા લોહીની નસો સૂકાતી હોય એવા કિસ્સામાં આ દવાનો  ઉપયોગ થતો હોવાનુ તબીબોએ જણાવ્ય હતુ. ટૂંકમાં દવામા કોઈક ગરબડ થવાની શક્યતાને લીધે જ આંખને ગંભીર ઈંફેક્શન થયાનુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ.  
 
મેયર ગૌતમભાઈ શાહે જણાવ્યુ હતુ કે ઈંજેક્શનનઓ જથ્થો સીઝ કરીને તેને તપાસ માટે લેબમાં અપાયો છે. તમામ દર્દીઓને હાલ દાખલ કરવામાં આવ્યા છે. તેમની પુરેપુરી સારવાર કરવામાં આવશે.