શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 28 જૂન 2016 (11:59 IST)

વઘુ 22 ગમોને પાઇપ લાઇનથી ગેસ આપવામાં આવશે

ગુજરાત સરકારની લોકોના ઘરે ઘરે પાઈપ લાઈન દ્વારા ગેસ પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજનાને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ જિલ્લાના સાત તાલુકાઓના ૨૨ ગામોમાં હવે પાઈપલાઈન દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડવાની યોજનાનો અમલ કરી શકાશે. આ અંગે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ હતું કે, કેન્દ્રની અગાઉની યુપીએ સરકારે આ અંગે મંજુરી આપી નહતી, જોકે હવે એનડીએ સરકારે અમદાવાદ જિલ્લામાં ઘરે ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ આપવાની યોજનાને મંજુરી આપી દીધી છે.

જે અંતર્ગત હવે રાજ્યના સાત તાલુકાઓના પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા  ૨૨ ગામોમાં પાઈપલાઈન દ્વારા ગેસ પુરો પાડવામાં આવશે.  જેનો સીધો લાભ આ ગામોના ૧૧.૩૭ લાખ લોકોને મળશે.  આ મંજુરીના કારણે ૨.૩૧ લાખ ઘરોમાં ગેસ જોડાણ આપી શકાશે. ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, પાઈપલાઈન દ્વારા પુરા પડાતા પીએનજીનો ઉપયોગ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં પણ કરી શકાશે. જેના કારણે સાણંદ અને તેની આસપાસ આવેલા વિસ્તારમાં બની રહેલ