શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (11:58 IST)

વડોદરા બેહાલ - ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે પણ અસરગ્રસ્તોની મુશ્કેલી યથાવત

વડોદરામાં વરસાદે તો વિરામ લીધો અને વિશ્વામિત્રી ભયજનક સપાટીથી નીચે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મેધરાજાએ વિરામ આપ્યો પણ ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે તંત્ર કામે લાગી ગયુ છે. સુરત અમદાવાદથી 150-150 સફાઈ કામદારો બોલાવવામાં આવ્યા છે. આ સફાઈ અભિયાનમાં કુલ 4 હજાર કામદારો લગાવવામાં આવ્યા છે.  જેની માટે 50 ટીમ બનાવવામાં આવી છે. રોગચાળો ન ફેલાય તે માટે તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે. પૂરને કારણે 11 હજાર લોકોને સ્થાળાંતરિત કરાયા હતા. હવે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે 8 હજાર લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. 
 
વડોદરાના પૂર્વ વિસ્તારમાં જે વિવિધ ઠેકાણે પાણી ભરાયેલા છે. ત્યા ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. વડોદરામાં કાલાઘોડા ફતેગંજ સહિત બીજા બ્રિજ શરૂ થઈ ગયા છે. જેથી વડોદરાવાસીઓને અવર જવર કરતા થઈ ગયા હ્હે. જો કે હજુ પણ વડોદરામાં ગરનાળા પાણીમાં ગરકાવ છે જે વિસ્તારમાં ગત રોજથી વીજળી ડૂલ છે તે હજુ પણ ડૂલ જ રહેશે. પાણી ઓસરી ગયા બાદ સબ સ્ટેશન શરૂ કરાશે. ત્યારબાદ વીજળી પુન:પ્રાપ્ત થશે.  
 
ઉલ્લેખનીય છે કે સમુદ્રની હાઈ ટાઈડને કારણે વિશ્વામિત્રી નદીનુ પાણી સમુદ્રમાં જઈ શકતુ ન હતુ. તે સમુદ્રથી પરત શહેર તરફ વળી રહ્યુ હતુ પણ મનાઈ રહ્યુ હતુ કે ગત રોજ મધરાતથી હાઈ ટાઈટની અસર ઘટતા નદીનું પાણી સમુદ્રમાં જશે. જેની અસરથી શહેરમાં ભરાયેલુ પાણી ઓછુ થશે. તે પ્રમાણે વર્તમાન સમયે ગત મધરાતથી પાણી ઓછુ થઈ રહ્યુ છે. પરંતુ આ પાણી મંદગતિએ ઓછુ થઈ રહ્યુ છે. 
 
વડોદરાવાસીઓ માટે આજે રાહતની વાત એ છે કે શહેરમાં બંધ બ્રિજ ફરીથી શરૂ થઈ ગયા છે. પણ જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ત્યા પરિસ્થિતિ યથાવત છે. હવે લોકો ઈચ્છી રહ્યા છે કે પાણી સત્વરે ઓસરી જાય અને પાણીની કેદમાંથી છુટકારો મળે. બીજી તરફ તંત્ર માટે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ પડકાર છે. જેથી તંત્રએ સફાઈ અભિયાનની ઝુંબેશ ઉઠાવી છે. જે માટે સુરત અને અમદાવાદથી 150 સફાઈ કામદારો બોલાવીને 4 હજાર કામદારો સાથે કામગીરી શરૂ કરી દીધી છે. 
 
વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા વિસ્તારોના લોકોને મગરનો ભય છે. લોકો માની રહ્યા છે કે ભરાયેલા પાણીને પગલે મગરો ગમે ત્યારે ઘરમાં ઘુસી શકે છે. આજે શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. પુરની અસર બાદ શાકભાજી દૂધ અને પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે. શાકભાજી અને દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 15 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. 
 
લોકોની ફરિયાદ - લોકો કરી રહ્યા છે કે સફાઈ કામકાજ થઈ રહ્યા છે. તે માત્ર મુખ્ય માર્ગ પર થઈ રહ્યા છે. વર્તમાન સમયે સફાઈ કામગીરીની તાતી જરૂરિયાત રહેણાંક સોસાયટી વિસ્તારોમાં છે. 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.