શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 4 જુલાઈ 2015 (16:07 IST)

વેબસાઈટોમાં ઘપલાઓની ભરમાર

કેન્દ્ર સરકારની આ મુહિમ 21મી સદીના માહિતી યુગને અનુરૂપ છે. ત્યારે આજે પણ ગ્રામ્ય જિવન જીવતા લોકો આ સુવિધાથી ઘણા અંશે અજાણ છે. સરકારી વેબસાઈટોમાં પ્રસ્તુત માહિતીની સત્યતા અંગે પણ ઘણી આશંકા થાય તેવી સ્થિતિ છે. કેટલીયે માહિતીઓ જૂની પુરાણી તેમજ અધુરી પ્રસ્તુત કરવામાં આવેલી છે.

ગુજરાત રાજભવનની વેબસાઈટ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી અપડેટ કર્યા સિવાય જૈસે થે છે. તેમાં રાજભવનને લગતી કોઈ કાર્યવાહી કે પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવી નથી. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની માહિતી પણ અધુરી અને ભુલોવાળી જોવા મળે છે. સાંસદોના નામોમાં પણ ભુલો છે. જ્યારે વિધાનસભ્યોની માહિતી ઘણા સમયથી અપડેટ કરવામાં આવી નથી.
ગુજરાતમાં લોકાયુક્તની કોઈ વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી નથી. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગમાં તેનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અન્ય વિભાગનોની માહિતીઓ ઘણા લાંબા સમય સુધી અપડેટ કરવામાં આવતી ન હોવાના કારણે તેની સત્યતા સામે પ્રશ્નાર્થ સર્જાય છે. મેરીટાઈમ બોર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થાપન અંગેની નાગરિક પુરવઠાનું પોર્ટલ તેમજ અન્ય કેટલાય વેબસાઈટો અને સોશિયલ માધ્યમો પર સમયાનુસાર માહિતી અપડેટ કરવામાં આવી નથી.

તત્કાલિકન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ટેક્નોલોજીની વ્યાપકતા અને અસરકારકતા માટે બેંક ઓફ વિઝડ્મની રચના કરી હતી. આ બૌદ્ધિકતાની બેંક 2011થી આજ સુધી મેન્ટેનન્સ થઈ નથી અને હાલમાં પણ Site is under maintenance જોવા મળે છે.

 "ગુજરાતીઓ આરંભે શૂરા" ખરેખર આ કહેવતને સાર્થક કરવામાં આવતું હોય તેમ સરકારે ગ્રામ્ય સ્તરના માળખાને સાંકળતી અને દરેકને પોતાના પ્રશ્નો તેમજ તેનું નિવારણ કરતાં પોર્ટલોનું નિર્માણ કર્યું છે. આ યોગ્ય સમય પર અપડેટ ન કરવામાં આવતાં સરકારની પાર્દર્શિતા સામે સવાલો થાય છે.