શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (14:27 IST)

વોટર્સ આઇડી સાથે આધાર કાર્ડનો ડેટા મર્જ કરી દેવાશે

લોકસભા ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં ગંભીર છબરડા થયા હોવાનું ધ્‍યાન પર આવતા કેન્‍દ્રિય ચૂંટણી પંચે તા.૨જી માર્ચ ૨૦૧૫ થી ક્ષતિરહિત અને અધિકળત મતદાર યાદી તૈયાર કરવાતા હેતુ સર રાષ્‍ટ્રીય મતદાર યાદીની શુધ્‍ધતા અને અધિકળત્તતા યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. જેમાં મતદાન ઓળખકાર્ડના ડેટા સાથે આધારકાર્ડના ડેટા સાંકળી લેવામાં આવશે. મતદાર યાદી સુધારણા અંતર્ગત તા. ૨જી માર્ચ સોમવારથી અમલમાં મૂકનારા આ યોજના હેઠળ મતદારો મતદાર યાદીમાં નોંધણી, સુધારણા અને ફેરફાર કરાવી શકશે. આ માટે ઓન લાઈન ફોર્મ પણ ઉપલબ્‍ધ બનશે તથા ભરી શકાશે આ ઉપરાંત કોઈ પણ ફોર્મ મતદાર સુધ્‍ધિ કેન્‍દ્ર કે ઈ-ગ્રામ કેન્‍દ્ર પર તા. ૧૫મી માર્ચ ૨૦૧૫ પછી ભરી શકાશે. તા.૨મી માર્ચ થી ૩૧મી જુલાઈ ૨૦૧૫ સુધીમાં મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્દતન બનાવવાનો લક્ષ્યાંક કેન્‍દ્રિય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્‍યો છે. જેમાં સારી કામગીરી કરનાર અધિકારીઓને એવોર્ડ પણ આપવામાં આવશે. આ અભિયાનની સહુથી મહત્‍વની બાબત છે કે નાગરિકોના આધારકાર્ડને એલપીજી જોડાણ સાથે સાંકળી લીધા બાદ હવે દેશમાં પ્રથમવાર મતદાન ફોટો ઓળખકાર્ડના ડેટા સાથે આધારકાર્ડના ડેટાને અધિકળત રીતે સાંકળવામાં આવશે. આ કાર્યક્રમનો વ્‍યાપક પ્રચાર થાય તેમજ લોકોમાં જાગળતિ કેળવાય તે માટે મતદાર કેળવણી અને મતદાર જાગળતિ અભિયાન અંતર્ગત જીલ્લા ચૂંટણી અધિકારી અને મતદાર નોંધણી અધિકારી ધ્‍વારા પ્રવળતિ માટે વિગતવાર એકશન પ્‍લાન તૈયાર કરવામા આવેલ છે. ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ જેવા બુથ લેવલ ઓફિસર, મતદાન નોંધણી અધિકારી, જીલ્લા ચૂંટણી અધિકારી વગેરે કે જેઓએ ત્રણ  જુદી જુદી કેટેગરી જેવી કે અધિકળતતા, સુધારણા, અને બેવડાયેલ નોંધોને રદ કરવાની કામગીરીમાં સિધ્‍ધિ પ્રાપ્ત કરી હશે. તેમને પ્રોત્‍સાહિત કરવા માટે એવોર્ડ આપવાનું ચૂંટણી પંચે જાહેર કરેલ છે.

એન.ઈ.આર.પી.એ.પી. કાર્યક્રમ દ્વારા તારીખ : ૦૨-૦૩-૨૦૧૫ થી ૩૧-૦૭-૨૦૧૫ સુધીમાં મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવાનો સક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ નિયત-મર્યદામાં પૂર્ણ થાય તે માટે રાજયની દરેક કોલેજના દ્ધિતીય વર્ષમાં અભ્‍યાસ કરતાં અને રાષ્‍ટ્રીય સેવા યોજના સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓની કેમ્‍પસ એમ્‍બેસેડર્સ તરીરે નિયુક્‍તિ કરીને, એનએસએસ,રાષ્‍ટ્રીય સાક્ષરતા મિશન, નહેરુ યુવા કેન્‍દ્રો, એનસીસી, ગ્રામ કક્ષાની પાણી સમિતિ, મહિલા બાળ વિકાસ બાળ વિકાસ, જીલ્લા પુરવઠાં તંત્ર, મધ્‍યાહન ભોજન યોજના, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો સહયોગ લેવામાં આવશે.

   ગ્રામ્‍ય સ્‍તરે મતદારો તેમના રહેઠાણની નજીક આ સવલત ઉપલબ્‍ધ કરાવવા માટે રાજયના તમામ ઈ-ગ્રામ કેન્‍દ્રો પર પણ આ સવલત ઉપલબ્‍ધ કરાવાશે.