શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (17:17 IST)

સત્યના પ્રયોગો હવે કાશ્મીરી અને પંજાબી સહિત કુલ ૧૭ ભાષાઓમાં મળી રહેશે

મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનું પુસ્તક હવે કાશ્મીરી અને પંજાબી ભાષામાં પણ વાંચવા મળશે. આજે ૨જી ઓકટોબરે ગાંધી જયંતિના દિને આ બંન્ને પુસ્તકો રિલિઝ કરવામાં આવ્યું. આમ વધુ બે ભાષામાં ગાંધીજીની આત્મકથાના પુસ્તક ઉપલબ્ધ બનશે. સત્યના પ્રયોગો પુસ્તક હવે કુલ મળીને ગુજરાતી સહિત ૧૭ ભાષાઓમાં મળી રહેશે.

અમદાવાદના નવજીવન ટ્રસ્ટે અત્યાર સુધીમાં મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો પુસ્તક ગુજરાતી, મરાઠી , હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, આસામી , ઓરિયા, મણિપુરી, કોંકણી, સંસ્કૃત , ઉર્દુ, કન્નડ, બેંગાલી અને તમિલ ભાષામાં પ્રકાશિત કર્યાં છે. ટ્રસ્ટે વધુ બે ભાષામાં કાશ્મિરી અને પંજાબીમાં પ્રકાશિત કરવા નિર્ણય કર્યો છે. આ પાછળ નવજીવન ટ્રસ્ટનો એક જ ધ્યેય છેકે, ગાંધીજીની આત્મકથાનું પુસ્તક દેશના વધુ ને વધુ લોકો સુધી પહોંચે.
ઘણાં સમય બાદ કાશ્મીરી અને પંજાબી ભાષામાં મહાત્મા ગાંધીની આત્મકથા પ્રકાશિત કરવાના પ્રયાસોને નવજીવન ટ્રસ્ટને સફળતા મળી છે. આ બંન્ને ભાષામાં સત્યના પ્રયોગોની ભારે ડિમાન્ડને પગલે ટ્રસ્ટે આ નિર્ણય કર્યો હતો. પંજાબીમાં સુરિન્દર બંસલે જયારે કાશ્મીરી ભાષામાં ગુલામનબી ખયાલે ભાષાંતર કર્યું છે.