શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:38 IST)

સરકાર ધાર્મીક ટ્રસ્‍ટોમાં હસ્‍તક્ષેપ કરવા માટે એક કાયદો ઘડી રહી છે

ગુજરાત ચેરીટી કમીશ્નરની કચેરીએ નોંધાયેલા ખાનગી તથા ધાર્મીક ટ્રસ્‍ટોના સંચાલનમાં ચંચુપાત કરવાના આશયે ગુજરાત સરકારે એપ્રીલ ૨૦૧૨ માં કાયદો ધડવા કવાયત કરી હતી જો કે ભારે હંગામો મચી જતા સરકારે આ વિચાર પડતો મુકયો હતો. અલબત ટેમ્‍પલ ટ્રસ્‍ટ એકટ હેઠળ ગુજરાત સરકારે હવે ફરી એક વાર આવી જ હિલચાલ શરૂ કરી છે. જે અંતર્ગત ધામીક ટ્રસ્‍ટનું સંચાલન પોતાના હસ્‍તક લેવા અને જે કાંઇ દાનની રકમ આવે છે. તેમાંથી સરકાર પોતે જ જે તે સ્‍થળે સારી વિકાસ કરે તે માટે કાયદો ઘડવા વિચારણા હાથ ધરાઇ છે.

   સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહીતી અનુસાર ગુજરાતના મંદિરોના વિકાસના નામે સરકાર હવે ધાર્મીક ટ્રસ્‍ટોમાં હસ્‍તક્ષેપ કરવા માટે એક કાયદો ઘડવાનું વિચારી રહી છે. ધાર્મીક ટ્રસ્‍ટો મંદિરોમાં દાનની આવક ખુબ મોટી છે. જો સરકાર તેની પર કબજો જમાવે તો દાનની જ કરોડોની આવકમાંથી જે તે ધાર્મીક સ્‍થળોનો વિકાસ કરવા ધારે છે. સરકારની તીજોરીના નાણાના બદલે દાનની રકમાંથી જ વિકાસ કરવાના આ વિચાર સામે સાધુ સંતો ફરી એક વાર ગુજરાત સરકાર સામે બાયો ચઢાવે તેવા એધાણ વર્તાઇ રહ્યા છે. સુત્રો કહે છે કે ગુજરાતમાં ૪૦૦-૫૦૦ પૌરાણીક મંદિરો છે જો કે એ પૈકી ૨૦ થી ૨૫ જેટલા મંદિરોમાં લોકો જાય છે. પણ વિકાસ કાર્યોમાં બાધા રોકવા આ દાનની રકમ પર સરકારનો ડોળો છે. સુત્રો કહે છે કે સામાન્‍ય રીતે પ્રજામાં એવી છાપ છે કે ગુજરાત સરકાર હિન્‍દુને વરેલી છે. એ વાત અલગ છે કે આ જ સરકારે મોદી રાજમાં રાજયના પાટનગર ગાંધીનગરમાં સંખ્‍યાબંધ મંદિરો પર બુલડોઝર ફેરવી દીધા હતા ત્‍યારે જોરદાર હોબાળો થયો હતો અને હવે ધાર્મીક ટ્રસ્‍ટો પોતાની સતા સંચાલન ગુમાવવાના ડરે ફરી એક વાર સરકાર સામે મેદાને પડે તેવો વર્તારો છે