શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સાબરકાંઠાઃ , શુક્રવાર, 27 મે 2016 (12:28 IST)

સાબરકાંઠા જિલ્લામાં જંગલી પ્રાણીઓની ગણતરી

રાજ્યના વન વિભાગે હાલમાં પ્રાણીઓની ગણતરી ચાલી રહી જેમાં સાબરકાંઠા જિલ્લામાં જંગલી પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ છે. વન વિભાગે જિલ્લામાં વિવિધ જગ્યાએ પોઈન્ટ બનાવી ગણતરી હાથ ધરી છે જિલ્લામાં 200 થી વધુ વન કર્મીઓએ પ્રાણીઓની ગણતરી હાથ ધરી છે જેમાં વિવિધ રીતે પ્રાણીઓની ઓળખ કરાઈ રહી છે.

જિલ્લાના તમામ તાલુકાઓ અને પોળો સહિતના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ છે. જિલ્લાના પોળો સહિતના વન્ય વિસ્તારમાં દીપડા અને રીંછની સંખ્યા પણ સારા પ્રમાણમાં હોવાને લઇને તેમાં છેલ્લા દશ વર્ષથી થઇ રહેલા વધારાનુ પરીણાંમ પણ આ વખતે સામે આવશે. હાલમા ચાલી રહેલા પ્રાણી ગણતરી માટે સાબરકાંઠામાં 103 જેટલા ચેક પોઇન્ટ પર ગણતરી હાથ ધરવામાં આવી હતી અને જેના માટે 200 થી વધુ વન વિભાગના કર્મચારીઓ અને 25 જેટલાં વોલેન્ટરોએ આ ગણતરીનુ કામ કર્યુ હતું. વન વિભાગ ચોકસાઇ ભરી ગણતરી કરવા માટે ઉનાળાના દિવસો પસંદ કરતા હોય છે અને જેમાં ખાસ કરીને આ વખતે ઉનાળો આકરો હોવાને લઇને ગણતરી વધુ ચોકસાઇથી ગણતરી થવાનુ વન વિભાગના અધિકારીઓનુ માનવુ છે. ઉનાળાના દિવસોમાં પ્રાણીઓનુ હલન ચલન વધુ થતુ હોય છે અને ગરમીને લઈ પ્રાણીઓ પાણી પીવા માટે વધુ આવતા હોય છે. જેને લઇને ગણતરી સારી રીતે થઈ શકે છે. જિલ્લામાં વિવિધ જગ્યાએ કે જ્યાં ખાસ કરીને પ્રાણીના સ્ત્રોત અને કોતરો હોય છે તેવી જગ્યાએ વન કર્મીઓ દ્વારા ગણતરી હાથ ધરાઈ છે.

સાબરકાંઠા વન વિભાગ દ્વારા દિવસ રાત એક કરીને વન પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ છે અને એમાં ખાસ કરીને દિપડા અને રીંછની ગણતરી કરવામાં આવી હતી. આમ તો વનવિભાગનુ માનીએ તો હાલમાં છેલ્લા કેટલાય સમયથી લોકોમાં જાગૃતીમાં વધારો થયો છે અને જેને લઇને વન્યપ્રાણીઓમાં પણ વધારો થઇ શકે છે. તો વળી વન્ય પ્રાણીઓને પણ સરળતા અને જોખમ પણ માનવ સર્જીત ઘટી રહ્યા છે. સોશીયલ મીડીયાએ પણ વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતીમાં વધારો આપમેળે જ વધવા લાગ્યો છે અને વાઇલ્ડ લાઇફ પ્રત્યે લોકોમાં આકર્ષણ પણ વધ્યુ છે. સાબરકાંઠાના વિજયનગરના પોળોના પ્રસિદ્ધ જંગલમાં રીછ અને દીપડા ઉપરાંત ઝરખ જેવા પ્રાણીઓની હાજરી છે અને તેમનો વસવાટ પણ કુદરતી વાતાવરણમાં સારી રીતે થઇ રહ્યો છે. આમ પોળોમાં જંગલી પ્રાણીઓમાં વધારો થવાની અપેક્ષા પણ સ્વાભાવીક વધુ રહેતી હોય છે. જેને લઈને ખાસ કરીને વન વિભાગે પાણીવાળા વિસ્તારો પર ઝરણા અને કોતરો વાળા વિસ્તારોમાં માંચડા બાંધી અધિકારીઓ આ ગણતરી હાથ ધરી છે.

પાંચ વર્ષ અગાઉની ગણતરી પ્રમાણે 20 દીપડા અને 23 રીંછ હતા તો 2513 અન્ય વન્યપ્રાણીઓ હતા.જોકે આ આંક પ્રમાણે હવે આમ તો વન્ય પ્રાણીઓ એટલે કે વાઇલ્ડ લાઇફમાં આકર્ષણ દીવસે દીવસે તો વધી રહ્યુ છે પણ વન્ય પ્રાણીઓના રક્ષણ સામે અનેક સવાલો છે છતા પણ હવે ગણતરી જાહેર થાય ત્યારે હવે પ્રાણીઓના રક્ષણ અને લોકોની જાગૃતીમાં પણ વધારો થયો છે અને જેને લઈ કદાચ આ ગણતરીમાં પ્રાણીઓની સંખ્યામાં વધારો ચોક્કસ જોવા મળશે