શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 17 એપ્રિલ 2014 (12:10 IST)

સેનાખાડી ચોમાસામા ભયજનક બની જાય છે: ડિઝાસ્ટર વિભાગ પણ લાચાર

ઉનાળામા શાંત દેખાતી સેનાખાડી ચોમાસામા ભયજનક બની જાય છે. સેનાખાડી સામે ઓલપાડ તાલુકાનુ ડિઝાસ્ટર પણ લાચાર બની જાય છે. સેનાખાડીમા પુરાણ થતા ખાડીના પાણી નિચાણવાળા વિસ્તારમા ફરી વળે છે. 
 
સુરત જીલ્લાના ઓલપાડ ટાઉનમાંથી પસાર થતી સેનાખાડી સાયણથી નીકળી ઓલપાડના દરીયાને મળે છે. પણ આ સેનાખાડીનુ પુરાણ થતા અને જળકુભી જેવી વનસ્પતી સહિત માછીમારી કરવા બનાવાતી આડના કારણે સેનાખાડીનુ પાણી  દરીયાને મળવાને બદલે ઓલપાડના નિચાણવાળા વિસ્તારમા ફરીવળે છે. જેને કારણે સ્થાનીકો સેનાખાડીને ઉડી કરવાની માંગ કરી રહીયા છે. 
 
ઓલપાડ તાલુકાના સાયણ તરફથી આવતા પાણી સેનાખાડીમા ઠલવાય છે. અને આ સેનાખાડી આમતો ઓલપાડ ટાઉનમાથી થઇ ઓલપાડના દરીયાને મળે છે. આ સેનાખાડી મારફતે વરસાદી પાનીનો નિકાલ થાય છે. પરતુ છેલ્લા કેટલા વરસોથી આ સેનાખાડીની સાફસફાઇ બાબતે વહિવટી તંત આંખ આડા કાન કરે છે. જેને લઇને ખાડીમા પુરાણ થઇ રહીયુ છે. જેના કારણે ચોમાસામા આ સેનાખાડીના પાણી ઓલપાડના નિચાણવાળા વિસ્તાર સહિત હાથીસા રોડ પર પાણી ફરી વળે છે. જેને કારણે ચોમાસામા કેટલાય રોડ સંપઁક વિહોણા બની જાય છે. 
 
સેનાખાડીના કિનારે વરસોથી ઝુંપડા બાંઘી વસવાટ કરતા ગરીબ પરીવારો ચોમાસાની શરૂઆત થતાજ ભયભીત બની જાય છે. વઘુ વરસાદ પડવાનુ શરૂ થતાજ આ ગરીબ પરીવારોને હટાવવા ઓલપાડનુ ડિઝાસ્ટર મેનેજમેંન્ટ કામે લાગે છે. પણ જો આ સેનાખાડીને ઉનાળા દરમ્યાન ઉડી કરવામા આવે તેમજ સાફસફાઇ કરવામા આવેતો આ ખાડીનુ ઘોવાણ અટકશે તેમજ વરસાદી પાનીનો નિકાલ પણ વ્વસ્થીત રીતે થઇ જશે. પણ સરકારને આવી કામગીરી કરવા કરતા 25 રૂપીયાની કેશડોલ ચુકવી ગરીબોની મજાક ઉડાડવામાજ રસ છે.