શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (14:47 IST)

સ્વાઈન ફ્લૂના કારણે અમદાવાદમાં પાંચ વ્યક્તિથી વધુ એકત્ર થવા પર પ્રતિબંધ

સરકારી આંકડા અનુંસાર સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધી દેશભરમાં 875થી પણ વધારે લોકોના મૃત્યું નિપજ્યા છે જ્યારે 15000થી પણ વધારે લોકોને તેની અસર થઈ ચુકી છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ લોકસભામાં પોતાના ભાષણમાં જાણકારી આપી હતી. નડ્ડાએ સ્વાઈન ફ્લૂના ફેલાવા, મૃતકોના અને બીમાર લોકોના આંકડાથી સદનના બંને ગૃહોને વાકેફ કર્યા હતાં.

અમદાવાદના જીલ્લા કલેક્ટરે અમદાવાદમાં cc લગાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદ જીલ્લા કલેક્ટરે જાહેર કરેલા નિવેદન અનુસાર અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો આવ્યો છે. સ્વાઈન ફ્લૂના વાયરસ ચેપી છે જે સામાન્ય રીતે ભીડભાડ વાળી જગ્યાઓમાં હવા મારફતે ફેલાય છે. જો કે લગ્ન સમારંભો અને મૃતકની અંતિમ ક્રિયાને ધારા 144ના નિયમોના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત લોકોને તમામ સાર્વજનિક સમારોહને રદ્દ અથવા તો સ્થગિત કરવાની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધારા 144 અંતર્ગત કોઈ પણ સ્થળે તંત્રની મંજુરી લીધા વગર 5થી વધારે લોકો એકત્ર થઈ શકે નહીં. આમ કરનાર પર કાયદેસરના પગલા ભરવામાં આવશે.

દેશના મોટા ભૂભાગને પોતાની જાળમાં લઈ ચુકેલા સ્વાઈન ફ્લૂએ ગઈ કાલે મંગળવારે જ 34 લોકોનો જીવ લીધો હતો. આ સાથે જ કુલ મૃતાંક 875 પહોંચ્યો હતો. જ્યારે જીવલેણ સાબિત થઈ રહેલી આ બિમારીથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 15413 નો આંકડો પાર કરી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ સ્વાઈન ફ્લૂના ફેલાવાને લઈને ચિંતા જાહેર કરતા સદનના બંને ગૃહોમાં આ બાબતેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતુંકે ઈન્ફ્લૂએંજાના જે કેસ સામે આવ્યા છે તે H1N1 છે. આ એજ વાયરસ છે જે વર્ષ 2009માં તબાહી મચાવી ચુક્યો છે. આ વાયરસમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. અસરગ્રસ્ત રાજ્યો પર તેમનું મંત્રાલય ચાંપતી નજર રાખી રહ્યું હોવાનું પણ નડ્ડાએ જણાવ્યું હતું.