શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :વડોદરાઃ , સોમવાર, 20 જૂન 2016 (15:02 IST)

હવે મોડલ એશરા પટેલનો આક્ષેપ, જયેશ પટેલે અનેકની જીંદગી બગાડી, જયેશ પટેલને શોધવાના પ્રયાસ તીવ્ર

વિદ્યાર્થિનીએ દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યા બાદ પારુલ યુનિર્વસિટીના ટ્રસ્‍ટી જયેશ પટેલ પર હવે મોડલ એશરા પટેલે આક્ષેપ કર્યો છે કે, જ્‍યારે તે આ યુનિર્વસિટીમાં અભ્‍યાસ કરતી હતી ત્‍યારે તેમની સાથે પણ સેક્‍સને લઇને માંગ કરવામાં આવી હતી. જયેશ પટેલથી હેરાન પરેશાન થઇને તે અભ્‍યાસ છોડીને જતી રહી હતી અને મુંબઈમાં મોડલિંગ ક્ષેત્રે પહોંચી ગઈ હતી. આ યુવતીનો એવો આક્ષેપ પણ છે કે જયેશ પટેલે અનેક યુવતીઓની જિંદગી બગાડી નાંખી છે. એશરા પટેલનું કહેવું છે કે, સંખેડા તાલુકાના કાવિઠા ગામની તે રહેવાસી છે અને 2004માં ફિઝિયોથેરાપીમાં પ્રવેશ મેળવ્‍યો હતો તે વખતે પણ જયેશ પટેલની પ્રતિષ્‍ઠા ખરાબ હતી. એક અગ્રણી અખબાર સાથેની વાતચીતમાં આ યુવતીએ ચોંકાવનારી માહિતી આપી છે.

પારુલ યુનિર્વસિટી દુષ્‍કર્મ કેસના મામલામાં યુનિર્વસિટીના ટ્રસ્‍ટીને ભાજપના સભ્‍યપદેથી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. આ અંગેની વિધિવત જાહેરાત આજે અખબારી યાદી જાહેર કરીને કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના પ્રમુખ દિલુભા ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, જયેશભાઈ ખેમદાસ પટેલ પારુલ ઇન્‍સ્‍ટીટયુટના ટ્રસ્‍ટી તરીકે હતા. જયેશભાઈ ૨૦૧૪ લોકસભા ચૂંટણી વેળા ભાજપમાં જોડાયા હતા. હાલમાં તેમની સામે દુષ્‍કર્મનો કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. સમગ્ર મામલામાં ૧૯ વર્ષીય યુવતીનું નિવેદન નોંધીને વાધોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાજપમાંથી પ્રાથમિક સભ્‍યપદેથી તેમની હકાલપટ્ટી કરવાનો આદેશ જારી કરવામાં આવ્‍યો છે. દિલુભાનું કહેવું છે કે, પાર્ટીની પ્રતિષ્ઠાને તેમના કારણે નુકસાન થયું છે. પોલીસ સમગ્ર મામલામાં તપાસ ચલાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, વડોદરાના વાધોડિયા નજીક લીમડા ખાતે આવેલી પારુલ યુનિર્વસિટીના ચેરમેન અને પ્રેસિડેન્‍ટ તેમજ ભાજપ અગ્રણી ડો. જયેશ પટેલ વિરુદ્ધ બળાત્‍કાર અને ધમકી આપ્‍યા અંગેની ફરિયાદ વાધોડિયા પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાઈ ચુકી છે. બીજી બાજુ વિવાદાસ્‍પદ જયેશ પટેલને શોધી કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ તેઓ અન્‍ડરગ્રાઉન્‍ડ થઇ ગયા છે. તેમની સામે ર્નંિસગની વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ધટના બનતા શિક્ષણ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો હતો. આ અંગે ર્નંિસગ હોસ્‍ટેલની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગઇકાલે જયેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્‍યો હતો. પીડિત વિદ્યાર્થીનીને સારવાર અર્થે સયાજીરાવ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારે રાત્રે ર્નંિસગ હોસ્‍ટેલની એક  યુવતીને બળજબરીથી ડો. જયેશ પટેલ પાસે લઇ ગયા હતા. બાદમાં ડો. જયેશ પટેલે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્‍કર્મ આચર્યું હતું. બળાત્‍કાર ગુજાર્યા બાદ જુદી જુદી ધમકીઓ પણ આપવામાં આવી હતી.