શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (17:30 IST)

હોસ્પિટલોમાં પણ મહિલાઓ અસુરક્ષિત, શારિરીક છેડછાડનો બીજો મામલો પ્રકાશમાં આવ્યો

ગાંધીનગર પાસે આવેલી એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઇ રહેલી ૨૨ વર્ષની યુવતીએ હોસ્પિટલના ડૉ. રમેશ ચૌહાણ અને સર્વન્ટ સામે શારીરિક છેડછાડ અને બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે  અડાલજ પોલીસે આરોપી ડૉકટર અને સર્વન્ટની ધરપકડ કરી હતી. ડૉકટરે તથા સર્વન્ટે કોઇ બહાને આઇસીયુમાં યુવતીની એકલતાનો લાભ લઇ તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અમદાવાદની ભાગોળે આવેલી એપોલો હોસ્પિટલમાં યુવતી પર ડોક્ટર અને વોર્ડબોયે કરેલા બળાત્કારની ઘટના વિસરાઇ નથી, ત્યાં અમદાવાદની અન્ય એક હોસ્પિટલમાં સારવાર માટે આવેલી સગીરા સાથે શારીરિક અડપલાં થયા હોવાની ઘટના સામે આવતાં હોબાળો મચી ગયો છે. આ અંગેની મળતી માહિતી પ્રમાણે આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલમાં એક સગીરાને ડેંગ્યૂ થતાં સારવાર માટે લાવવામાં આવી હતી. દરમિયાન વોર્ડબોયો તપાસ દરમિયાન શારીરિક અડપલાં કરતાં હોબાળો મચી ગયો હતો.આ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસ તપન હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે અત્યારે સગીરા સાથે અડપલાં કરનાર વોર્ડબોયની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.