ગુજરાતી ટૂંકી વાર્તા : પુરૂષ મન


તેમનુ લગ્ન થયે હજુ થોડાક જ દિવસ થયા હતા કે એક દિવસ પતિએ પત્નીના અંતરંગ ક્ષણો દરમિયાન પૂર્વ ગર્લફ્રેંડ વિશે મજેદાર વાતો વિસ્તારથી બતાવવી શરૂ કરી.

પત્ની થોડા દિવસ ગુસ્સાથી સાંભળતી રહી. લાંબા સમય સુધી બંને વચ્ચે અબોલા ચાલ્યા. અને ત્યારબાદ મનામણાં કરવાનો સમય શરૂ થયો. છેવટે એક શરત પર સમજૂતી થઈ કે પતિ ફરી ક્યારેય આવી ભૂલ નહી કરે. પત્નીને સદા વફાદાર રહેશે.

બંનેની જીંદગી એકવાર ફરી સારી રીતે ચાલવા લાગી હતી કે એક દિવસ પત્નીએ આમ જ લાડ લડાવતા પતિને કહ્યુ - તમે મને તો ક્યારેય પૂછ્યુ જ નહી કે મારો પણ ભૂતકાળમાં કોઈની સાથે પ્રેમ હતો કે નહી.

પતિએ તરત જ પત્નીના મોઢા પર આંગળી મુકી દીધી. 'હોય તો પણ મને બતાવીશ નહી. અમે પુરૂષ છીએ અને પુરૂષો પાસે સ્ત્રીઓ જેટલુ મોટુ દિલ હોતુ નથી.

પતિની આવી મોટાઈ ભર્યો વ્યવ્હાર જોઈને પત્નીના મનમાં પતિ પ્રત્યે આદર વધી ગયો. પણ એ દિવસ પછી પતિ એક જાસૂસ બની ગયો.


આ પણ વાંચો :