ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By

#World Environment Health day - પ્રકૃતિની સુંદરતાને છેડશો તો જીવન સમાપ્ત થઈ જશે

paryavaran
સૂર્યમંડળનો ગ્રહ પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને કારણે ઘણા પ્રકારના સંકટો ઉભા થઈ રહ્યા છે, અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અવાર-નવાર વાવાઝોડુ, ચક્રાવાત, વરસાદ, દુકાળ, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં વૃધ્ધિ અને જીવલેણ બીમારીઓ એ સંકેત છે કે માનવને પ્રકૃતિની સાથે છેડછાડ બંધ કરી દેવી જોઈએ નહિતો આ ગ્રહ પરથી જીવન સમાપ્ત થઈ જશે.

સેંટર ફોર સાયંસ એંડ એનવાયમેંટ (સીએસઈ)ના જળવાયુ પરિવર્તન બાબતોના વિશેષજ્ઞ કુશલ યાદવે જણાવ્યુ કે વિવિધ દેશને વારંવાર ચક્રાવાત અને વાવાઝોદાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે જળવાયુ પરિવર્તન પણ છે. તોફાનો અને ચક્રાવાતની આવવાની અવધિ પણ નાની થતી જઈ રહી છે.

તાજેતરમાં જ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આવેલ તોફાન 'લૈલા' જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોનુ જ પરિણામ હતુ. તેમણે જણાવ્યુ કે જળવાયુ પરિવર્તનને કારણે જ દુકાળના પ્રભાવ અને વરસાદન ચક્રમાં પણ ફરક જોવા મળી રહ્યો છે. વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વૃધ્ધિનુ એક કારણ મોટી સંખ્યામાં વૃક્ષ કાપવાનુ પણ છે. પર્યાવરણ હિતેચ્છુ સંસ્થા 'સીએમએસ એંવાયરમેંટ'ની ઉપ નિદેશક અલકા તોમરે કહ્યુ કે એક વૃક્ષ કાપવાથી તેની ભરપાઈ ખૂબ જ મુશ્કેલીપૂર્વક થાય છે. બીજીવાર રોપવામાં આવેલ વૃક્ષો પર નવા પાન આવવામાં સમાય લાગે છે, પરંતુ એકવાર તેમને જીવન મળી જતા તે પહેલાની જેમ જ ઓક્સિજન આપે છે.

અલકા કહે છે કે મોટા અને લગભગ 50થી 60 વર્ષ જૂનાને બીજીવાર રોપવામાં સફળતાનો દર 75 ટકા છે. તેમણે કહ્યુ - દિલ્લીમાં બીઆરટી અને વિવિધ થીમ ઉદ્યાનોના વિકાસને કારણે મોટા સ્તર પર વૃક્ષોને કાપવામાં આવ્યા છે. બગીચાઓમાં 'લૈડસ્કેપિંગ' નુ ચલન વધી રહ્યુ છે પણ તેમા ખર્ચ વધુ છે અને આ વૃક્ષોનો વિકલ્પ પણ નથી. તેમણે કહ્યુ કે વૃક્ષોને કાપવાથી થનારા નુકશાનની ભરપાઈના માટે મોટાભાગે શહેરના બાહરી વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે ચેહ. પરંતુ તેનાથી શહેરની અંદરનુ વાતાવરણ બેઅસર રહે છે. તેથી શહેરી વિસ્તારની અંદર જ્યા પણ શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરવુ જોઈએ.

સીએસઈની એક વિશેષજ્ઞ વિભા વાષ્ણેયે જણાવ્યુ કે જળવાયુ પરિવર્તનના કારણે મલેરિયા, ડેંગૂ અને ચિકનગુનિયા જેવી બીમારીઓના કેસ વધ્યા છે. તેનાથી બચવા માટે વૃક્ષારોપણ સહિત પર્યાવરણ પર ધ્યાન આપવાની સાથે જ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવાની પણ જરૂર છે.


અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રતિ વ્યક્તિ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનના કેસમાં ઓસ્ટ્રેલિયા, કનાડા અને અમેરિકા ટોચ સ્તર પર છે. ઓસ્ટ્રેલિયામં પ્રતિ વ્યક્તિ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનની માત્રાઅ 20.24, અમેરિકામાં 20.14 અને કેનાડામાં 19.24 છે. વિકાશશીલ દેશ આ બાબતમાં ખૂબ પાછળ છે. બ્રાઝીલમાં આ માત્રા 1.94, દક્ષિણ આફ્રિકામાં 9.56, ચીનમાં 4.07 અને ભારતમાં માત્ર 1.07 છે. કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં જે પ્રકારનો વધારો થઈ રહ્યો છે તેની આશંકા છે કે સન 2050 સુધી ગ્રીન હાઉસ ગેસોનુ સ્તર 550 પીપીએમ સુધી જતુ રહેશે.

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જો આવુ થયુ તો 2050 સુધી તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્યિયસ સુધી વધી શકે છે, જ્યારે કે તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો પણ ખતરનાક હોઈ શકે છે. ઘણા રિપોર્ટમાં ખુલાસો થઈ ચૂક્યો છે કે તાપમાનમાં વધારો થવાથી ગરમ હવાના થપેડા અને દુકાળ અને પૂર જેવી વિપત્તિઓમાં વધારો થશે, સમુદ્રનુ જળસ્તર વધશે અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોમાં પણ વધારો થશે.