ઘઉંના પોંકનું જાદરિયું બનાવવાની રીત
Jadariyu Recipe- છાસીયા ઘઉં જ્યારે લીલા હોય ત્યારે તેમાંથી જાદરિયું બનાવવામાં આવે છે. લીલા ઘઉંમાંથી જાદરિયું બનાવવાની રીત 100 વર્ષ જૂની છે. ભાવનગર જિલ્લાના અને ધોલેરાના ગામડાઓમાં આ વાનગી પરંપરાગત રીતે સાતમ આઠમના તહેવારોમાં બને છે.
ગેસ ઉપર તવી મૂકીને એક વાટકી ઘી નાખી તેમાં એક વાટકી ખાંડનો લોટ નાખીને શેકી લેવું. પોક શેકેલો હોય એટલે વધુ શેકવાની જરૂર રહેતી નથી. લોટ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લેવામાં આવે છે. તવીમાં પોણી વાટકી ખાંડ લેવી. ખાંડ ડૂબે એટલું પાણી નાખીને સવા ચમચી તારી કે પોણા બે તારી ચાસણી બનાવી. ગેસ બંધ કરીને લોટ નાખી દેવો, પછી હલાવી લેવું અને મિક્સ કરી લેવું.ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવીને તેના પર જાદરિયું ઠારી લેવું. તેના ભાગ પાડી દેવા અને ઠંડું થાય એટલે સર્વ કરવું.
સામગ્રી :
- 1 મોટી વાટકી લીલા ઘઉંના પોંકનો
- 1 મોટી વાટકી ચણા નો ઓળો
- 1 મોટી વાટકી લોટ, ખાંડ -
- 1 વાટકીચોખ્ખું ઘી
બનાવવાની રીત
- સૌથી પહેલા ચણાના ચણા નો ઓળો અને ઘઉંના પોંકને થોડુક શેકીને લોટ દાળી લો. દળીને લોટ ચાળી લેવુ.
- હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં લોટ અને વાટકી ખાંડ નાખી શેકી લો.
- આ લોટને વધારે શેકવાની જરૂર નથી.
- હવે બીજા એક વાસણમાં પોણી વાટકી ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબી જાય એટલુ જ પાણી નાખી દો.
- હવે એક તારની ચાસણી તૈયાર કરી લો.
- આ ચાસણીમા શેકેલો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લો.
- પછી એક થાળીમાં ઘી લગાવીને તેના પર જાદરિયું પાથરી દો અને ગરમ ગરમ માં જ તેના કટ લગાવી દેવા.
- તૈયાર છે ઘઉંના પોંકનું જાદરિયું
Edited By- Monica Sahu