આ રીતે બનાવો ટોમેટો પુલાવ

ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:33 IST)

Widgets Magazine
tometo pulav

 
શિયાળાની ઋતુ એવી હોય છે જ્યારે બજારમાં ઢગલો રંગ બિરંગી શાકભાજીઓ વેચાતી જોવા મળે છે. આવામાં લાલ ટામેટાની તો વાત જ જુદી છે. ટામેટા સ્વાદમાં સારા હોવા ઉપરાંત આરોગ્ય અને ત્વચા માટે પણ ખૂબ લાભકારી હોય છે. આજે અમે તમને બનાવતા શિખવીશુ જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. 
 

આવો જાણીએ આ ટોમેટો પુલાવની રેસીપી 
 
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, ડુંગળી 1, આદુ લસણનું પેસ્ટ - 2 ચમચી, ટામેટા 3, શિમલા મરચુ-1, પનીર - 1/2 કપ,  તાજા લીલા વટાણાં - 1 કપ, ટોમેટો કેચઅપ 1/4 કપ, લાલ મરચું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, પાવભાજી મસાલો 2 ચમચી, તેલ - 2 ચમચી, લીલા ધાણા - 2 ચમચી 
 
બનાવવાની રીત - એક પેનમાં તેલ ગરમ કરો, તેમા લસણની પેસ્ટ નાખો, તેને થોડીવાર ફ્રાય કર્યા પછી તેમા સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન ફ્રાય કરો.  ત્યારબાદ તેમા ટામેટા, હળદર, લાલ મરચુ અને પાવભાજી મસાલો છાંટીને ધીમા તાપ પકવો. 
 
- 5 મિનિટ પછી તેમા ટોમેટો કેચઅપ નાખીને 4 મિનિટ વધુ થવા દો. ત્યારબાદ તેમા સમારેલા શિમલા મરચુ, લીલા મરચા, લીલા વટાણાં અને મીઠુ નાખીને 4-5 મિનિટ સુધી થવા દો. 
 
પછી તેમા સમારેલા પનીર નાખીને હળવુ ચલાવો. હવે તેમા એક કપ પાણી નાખીને બધી શાકભાજીઓને થોડી વાર માટે બફાવા દો.  હવે તેમા બાફેલા ભાત નાખીને સારી રીતે મિક્સ કરો.  ગેસ બંધ કરો અને સમારેલા ધાણા નાખી સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Khichdi- રાષ્ટ્રીય ભોજન બની ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી

ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા ...

news

દહીં ટમેટાની ચટણી

દહીં ટમેટાની ચટણી

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine