તુલસી-પાન નો કાઢો ઉકાળો બનાવવાની રીત

મોનિકા સાહૂ| Last Updated: રવિવાર, 12 નવેમ્બર 2017 (12:52 IST)
તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો અપાવવામાં મદદ મળી શકે છે.
તુલસીનો ઉકાળૉ
તુલસીની 10-12 પાન
અડધી લેમન ગ્રાસ(લીલા ચાના પાન)(એચ્છિક)
એક ઈંચ આદું
પાણી 4 કપ ગોળ 3 ચમચી
tulsi tea
બનાવવાની રીત-
સૌથી પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો.
એક પેનમાં પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવ માટે મૂકો.
જ્યારે હળવું ગરમ થઈ હાય તો તેમાં તુલસીના પાન, લેમન ગ્રાસ અને આદું નાખી 4-5 મિનિટ ઉકાળો.
ત્યારબાદ તેમાં ગોળ નાખી તાપ બંદ કરી નાખો. ઉકાળને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય.
1-2 મિનિટ સુધી ઠંડા થયા પછી કપમાં ગાળીને ગરમ-ગરમ પીવું.
તમે ઈચ્છો તો તુલસીનો ઉકાળામાં 2-3 કાળીમરી પણ નાખી શકો છો.
જો સ્વાદ જોઈએ તો તેમાં એક ઈલાયચી પણ કૂટીને નાખી શકો છો.
લેમન ગ્રાસ ન મળે તો વાંધો નત્ઘી. તેના વગર પણ ઉકાળો બનાવી શકો છો.


આ પણ વાંચો :