શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (14:03 IST)

શુ તમે બાળ નરેન્દ્ર મોદી જોવા માંગો છો તો જરૂર જુઓ આ ફિલ્મ...

ગુજરાતી ફિલ્મ 'હુ નરેન્દ્ર મોદી બનવા માંગુ છુ' માં બાળ નરેન્દ્ર મોદી પણ જોવા મળશે.  બાળ નરેન્દ્ર ... ચોકશો નહી.. અમે જે નાનકડા મોદીની વાત કરી રહ્યા છીએ તેનુ નમ આરવ પંકજ નાયક છે. લોકો આરબ બાળ નરેન્દ્રના નામથી ઓળખે છે. એવુ કહેવાય છે કે બાળપણમાં મોદી જેવા દેખાતા હતા આરવ એવો જ છે.. આરવની આ ખૂબીને કારણે બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ નિર્દેશક અનિલ નરયાની તેમને પીએમ મોદીના બાળપણ પર આધારિત પ્રેરક ફિલ્મ 'હૂ નરેન્દ્ર મોદી બનવા માંગૂ  છુ' માં કાસ્ટ કર્યો છે.  ગુજરાતી ફિલ્મ 'હૂ નરેન્દ્ર મોદી બનવા માંગૂ  છુ' નો મતલબ 'હૂ નરેન્દ્ર મોદી બનવા માંગૂ  છુ'  ફિલ્મનુ ટાઈટલ છે. 
બહુમુખી પ્રતિભાના માલિક આરવ વિશે બતાવી દઈએ કે તે છ વર્ષની વયથી જ ભાષણ આપે છે.. જે રીતે નરેન્દ્ર મોદી પોતાનુ ભાષણ આપે છે. તે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સડસડાટ બોલી શકે છે.  12 ઓગસ્ટ 2009ના રોજ મણીનગર, અમદાવાદમાં જન્મેલ આરવ પંકજ નાયકે ત્રણ વર્ષની વયથી ભાષણ આપવુ શરૂ કરી દીધુ હતુ અને અત્યાર સુધી તેણે પાંચ પ્રભાવશાળી ભાષણ આપ્યા છે.  આરવ જ્યારે પોતાની સ્પીચ આપવી શરૂ કરે છે તો તેના મિત્ર અને પેરેંટ્સ નવાઈ પામે છે. તેના સ્પીચની નિપુણતા દિવસો દિવસ નીખરી રહી છે.  આરવની ઈચ્છા છે પ્રધાનમંત્રીને મળીને તેમનુ ભાષણ સાંભળવાની. જોકે તેઓ હાલ પીએમ મોદી ને મળ્યા તો નથી.. પણ 'હૂ નરેન્દ્ર મોદી બનવા માંગૂ  છુ' ફિલ્મમાં આરવને પીએમ મોદીના બાળપણને સ્ક્રીન પર જીવવાની તક મળી છે. 
ઉલ્લેખનીય છે કે કાવ્ય મૂવી પ્રોડક્શન અને શ્રી અર્થ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલ ગુજરાતી ફિલ્મ 'હૂ નરેન્દ્ર મોદી બનવા માંગૂ  છુ' ની શૂટિંગ મુખ્ય રૂપે ગુજરાતના અમદાવાદ વડોદરા અને સૂરતમાં થયુ છે.  જ્યા પીએમ નરેન્દ્ર મોદીનુ બાળપણ વીત્યુ છે.  ફિલ્મમાં ઓંકાર દાસ, અનેશા સૈયદ, કરણ પટેલ અને હીરાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા પવન પોદ્દાર અને તાન્યા શર્મા છે.  આ ગુજરાતી ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાનુ પાત્ર આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવમાં મુખ્ય ભૂમિકા ભજવી ચુકેલ ફેમસ અભિનેતા ઓંકાર દાસે ભજવી છે. ફિલ્મમાં ફરીદ દાબરી અને દિવ્ય કુમારે ગીત ગાયુ છે જે દર્શકોને ખૂબ પસંદ આવવાનુ છે. આ ફિલ્મના પ્રચારક સંજય ભૂષણ પટિયાલા છે.