ગુજરાતી ફિલ્મ Satti Par Sattoનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થયું

બુધવાર, 11 જુલાઈ 2018 (12:58 IST)

Widgets Magazine
sati par satto


ગુજરાતી ફિલ્મોમાં વધુ એક નવા વિષય સાથે નવી જ અને મ્યુઝિક અમદાવાદ ખાતે તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટોરીની ટુંકમાં વાત કરીએ તો સતીશ અને સાવિત્રી બંને એક બીજાને પ્રેમ કરતાં હોય છે પરંતુ એક બાબાના કહેવા પ્રમાણે સતીશને જીવનમાં પ્રેમ નહિ મળે અને સાવિત્રીને પૈસા નહિ મળે. સાવિત્રી મહત્વાકાંક્ષી હોય છે અને એવું માને છે કે પૈસા થકી જ એક મજબુત જીવનશૈલી જીવી શકાય છે તેથી તે સતીશને છોડી દે છે. સાવિત્રીની સહેલીઓ તેની મુલાકાત  તેઓના એક રોની જોડે કરાવે છે અને રોની સાવિત્રી પર તેના પપ્પાના પૈસા વાપરતો હોય છે જેનાથી સાવિત્રી અજાણ હોય છે.
satti par satto

બીજી બાજુ સતીશ સાવિત્રીને તેના જીવનમાં ફરી લાવવા માટે પૈસા કમાવવા પાછળ ખુબ મહેનત કરે છે પરંતુ તે તેના બોસના ખૂનના ગુનામાં ફસાઈ જાય છે. સાવિત્રી સ્તબ્ધ થઇ જાય છે જયારે તે જોવે છે કે તેના જીવનમાં પૈસા નથી જયારે સતીશના જીવનમાં પ્રેમ નથી. આગળ આવનારી ઘટનાઓ જ Satti Par Satto ની સ્ટોરી છે. આ ફિલ્મમાં માનસ શાહ, ખંજન થુંબર, પરેશ ભટ્ટ, નેહા જોશી, ચાંદની જોશી, એની સિંહ, ફરિદા દાદી, મુની ઝા જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે સ્ટોરી અને દિગ્દર્શન શાંતારામ આર વર્માનું છે.
satti par sattoWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ ફિલ્મનું ટ્રેલર સતીશ અને સાવિત્રી પૈસાદાર મિત્ર Modern Mahila Gujarati Movie Gujarati Film Satti Par Satto Upcoming Gujarati Movie

Loading comments ...

ગુજરાતી સિનેમા

news

દરેક વખતે, મને અમદાવાદ શહેર થોડું વધુ ગમતું જાય છે - શાંતનું મહેશ્વરી

અમદાવાદ, શાંતનું મહેશ્વરી જણાવે છે, હું ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની આ સિઝનનો હિસ્સો બનતા ...

news

Kinjal -શું તમે જાણો છો કિંજલ દવે નો અસલી નામ? (Know About Kinjal Dave)

ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ...

news

શું તમે કિંજલ દવેની આ વાતોં જાણો છો

ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ...

અમેરિકાના ન્યૂ જર્સીમાં યોજાશે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, 16 ફિલ્મો દર્શાવાશે

ગુજરાતીઓ આખી દુનિયામાં વસેલા છે. હવે ગુજરાતી ફિલ્મ્સ પણ વિશ્વ ફલક પર છવાઈ જવાની તૈયારીમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine