શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 29 મે 2018 (12:17 IST)

એક્ઝિમા(eczema)ના 3 અસરકારક ઘરેલુ ઉપચાર

1. એલોવેરા - એલોવેરા ત્વચાને ગ્લો કરવા માટે સર્વોત્તમ છે અને એક્ઝિમાને કારણે શુષ્કતાને નિયંત્રણ કરવામાં અદ્દભૂત કામ કરે છે. વિટામિન ઈ ના તેલ સાથે એલોવેરા ઝેલ મિક્સ કરીને લગાવવાથી ખંજવાળને ઓછુ કરવામાં મદદ મળશે.  આ ત્વચાને પોષણ અને એક જ સમયમાં સોજાને ઓછો કરવામાં મદદ કરશે. આ માટે તમે એલોવેરાના પાનમાંથી જેલ કાઢી લો અને તેમા કૈપ્સૂલથી વિટામિન ઈના તેલને કાઢીને સારી રીતે મિક્સ કરી લો. ફરીથી તેને પ્રભાવિત સ્થાન પર લગાવો. 
2. લીમડાનું તેલ - નિંબિન અને નિંબિડિન લીમડાના તેલમાં જોવા મળતા બે મુખ્ય એંટી ઈફ્લેમેટરી કંપાઉંડ છે. લીમડાનુ તેલ ત્વચાને મોઈસ્ચરાઈઝ કરે છે. કોઈપણ દુખાવોને ઓછો કરે છે અને સંક્રમણ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. આ માટે તમે એક ચોથાઈ જૈતૂનનુ તેલ લો અને તેમા 10 થી 12 ટીપા લીમડાનુ તેલ મિક્સ કરીને પ્રભાવિત સ્થાન પર લગવો 
3. મધ અને તજ - આ માટે તમે 2 ચમચી મોટી દ્રાક્ષ, મધ અને 2 ચમચી તજનો પાવડર લો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી પ્રભાવિત ક્ષેત્રને ધોઈ લો અને આ પેસ્ટને લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો.  મધ એક વ્યાપક સ્પેક્ટ્રમ એંટીમાઈક્રોબાયલ એજંટ છે.  આ ત્વચાને શાંત કરે છે. સોજો ઓછો કરે છે અને ઝડપથી ઉપચાર કરે છે.  તજ પણ એક એંટીમાઈક્રોબાયલ એજંટ છે. આ એંટીઓક્સીડેંટથી સમૃદ્ધ છે અને તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ પણ છે.