1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (16:14 IST)

ખોટા સમય પર ખાશો સફરજન તો થશે નુકશાન, જાણો ક્યારે કંઈ વસ્તુ ખાવી જોઈએ

દરેક કામને યોગ્ય સમય પર કરવાની સલાહ આપવામાં આવે છે પણ શુ તમે જાણો છો કે આ વાત ખાવા પીવાની વસ્તુઓને પણ લાગૂ થાય છે. ફળ દૂધ કોફી ગ્રીન ટી આરોગ્ય માટે હેલ્ધી હોય છે. પણ જો આ વસ્તુઓનુ સેવન યોગ્ય સમય પર ન થયુ તો આ ફાયદાને બદલે નુકશાન પહોંચાડે છે. તેથી ખાવાને વસ્તુઓનુ સેવન સમય મુજબ કરવુ જોઈએ.  આવો અમે તમને બતાવી રહ્યા છે કે જુદી જુદી ખાવાની વસ્તુઓનો યોગ્ય સમય શુ છે જેનાથી તમે તમારુ સ્વાસ્થ્ય સારુ બનાવી શકો. 
 
સફરજન - રાત્રે સફરજન ખાવાથી શરીરમાં એસિડ વધુ બને છે. જેનાથી ખાવાનુ પચાવવામાં સમસ્યા થાય છે.  તેથી રાતના સમયે ક્યારેય પણ સફરજન ન ખાવ. સફરજન અને અન્ય ફળોનુ સેવન સવારના સમયે કરો. રિસર્ચ કહે છે કે તેનાથી કેંસર જેવા રોગોને પણ રોકી શકાય છે. 
 
ગ્રીન ટી - વજન ઓછી કરવા માટે લોકો ગ્રીન ટી નુ સેવન કરે છે. ગ્રીન ટીનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય જમ્યા પછીનો છે. ભૂખ્યા પેટ ગ્રીન ટી પીવાથી શરીરને કોઈ ફાયદો થતો નથી. 
 
કૉફી - કૉફી રાત્રે પીવી નુકશાનદાયક માનવામા આવે છે. કૉફીમાં કૈફીનની માત્રા વધુ હોય છે. તેથી રાત્રે કૉફી પીવાથી ઉંઘ ગાયબ થઈ જાય છે. તેનાથી શરીરમાં પાણીની કમી પણ થઈ શકે છે. 
 
ચા - ખાલી પેટ ચા ક્યારેય ન પીશો. તેનાથી એસિડીટીની તકલીફ વધી શકે છે. વિશેષજ્ઞનુ કહેવુ છે કે ચા ક્યારેય  ખાલી પેટ ન પીવી જોઈએ. ચા સાથે બિસ્કિટ કે નમકીન જરૂર લો. 
 
દૂધ - ભૂખ્યા પેટ દૂધ પીવાથી પરેજ કરો. દૂધમાં સૈચુરેટેડ ફૈટ અને પ્રોટીન હોય છે. જે પેટની માંસપેશીઓને કમજોર કરી શકે છે. 
 
દાળ - મોડી રાત્રે દાળ ખાવાથી બચવુ જોઈએ. દાળમાં પ્રોટીન વધુ હોય છે. જેનાથી પેટ સાથે જોડાયેલ પ્રોબ્લેબ થાય છે. 
 
પાણી - જમ્યા પછી તરત જ પાણી ન પીવુ જોઈએ. જમ્યા પહેલા અને જમ્યા પછી 45 મિનિટ પછી પાણી પીવુ. જમવાનુ પચવામાં મદદ કરે છે.  પેટનુ ફૈટ ઓછુ કરવા માટે સવારે ઉઠીને અડધો લીટર ગરમ પાણી પીવો.