શરીરમાં થનારા દરેક દુખાવાનો ઈલાજ છે હળદર

બુધવાર, 18 જુલાઈ 2018 (18:04 IST)

Widgets Magazine
tumeric

એક ભારતીય મસાલો છે. જેનો ઉપયોગ લગભગ ઘરમાં ખાવાનો ટેસ્ટ વધારવા સાથે સાથે સ્કિનની અનેક પ્રોબ્લેમ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે હળદરમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પ્રોટીન હોય છે.  જે હળદરને એંટી ઈફ્લેમેટોરી, એંટઈ ઓક્સીડેંટ એંટી ફંગલ, એંટીસેપ્ટિક અને કેંસર વિરોધી ઘટક બનાવવાનુ કામ કરે છે.  હળદરનો ઉપયોગ ચેહરાનો રંગ નિખારે છે તો બીજી બાજુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી છે.  આ ઉપરાંત હળદર એક દર્દ નિવારક ઔષધિ પણ છે.  જેનો ઉપયોગ શિયાળામા  કરવામાં આવે છે. 
 
 હળદર ઓસ્ટયોઆર્થરાઈટિસ, રૂમેટોઈડ અર્થરાઈટિસ, ગઠિયા, માંસપેશિયોમાં દુખાવો, પોસ્ટ ઓપરેટિવ દર્દ અને ફાઈબ્રોમાલ્જિયા સાથે જોડાયેલ દર્દથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે.   હળદરમાં કર્કુમિન (curcumin) નામનુ તત્વ હોય છે જે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. હળદરનો ઉપયોગ તમે તમારી રૂટીન લાઈફમાં કોઈપણ રીતે જેવી કે હળદર ચા કે હળદર દૂધ અથવા હળદરના પાણીના રૂપમાં કરી શકો છો. 
 
1. ઑસ્ટિયોઆર્થરાઈટિસ - ઑસ્ટિયોઆર્થરાઈટ્સની બીમારી ચિકણા ઉતકો (જે હાડકાઓના જોડને ઢાંકે છે) ને નુકશાન પહોંચાડે છે. આ બીમારીમં હાડકાના જોડના કિનારા વધી જાય છે.  જે કારણે હાડકા કે જોડના ટિશ્યૂ તૂટી શકે છે અને દુખાવાની ફરિયાદ રહે છે. ઑસ્ટિયોઆર્થરાઈટિસ એક ગઠિયા રોગ જેવો જ હોય છે જે ફક્ત સાંધાને પ્રભાવિત કરે છે. આવામાં હળદરનો અર્ક આ સમસ્યામાં ખૂબ લાભકારી સાબિત થાય છે. 
 
 
2. રયૂમેટાયડ અર્થરાઈટિસ - રયૂમેટાયડ અર્થરાઈટિસ એક પ્રકારનો ગઠિયા રોગ છે. જે યૂરિક એસિડના વધવાને કારણે થાય છે. આ બીમારીમાં દર્દીની આંગળીઓ, કાંડા, પગ, પાની, કુલ્હા અને ખભામાં દુખાવો અને સોજો રહેવા માંડે છે.  હળદરમાં વર્તમાન કર્કુમિન એંટીઓક્સીડેંટ તેનાથી છુટકારો અપાવવામાં ખૂબ કારગર છે. 
 
3. ગઠિયા - ગઠિયાના દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકોને રહે છે. જે શિયાળામાં વધી જાય છે. હળદરમાં વર્તમાન કર્કુમિન તત્વ ગઠિયાના દુખાવાને દૂર કરે છે અને સોજાની ફરિયાદ પણ ઓછી થાય છે. 
 
4. માંસપેશીયોમાં દુખાવો - વધુ એક્સરસાઈજ અને એક્સપર્ટ વગરના વર્કઆઉટને કારણે મોટાભાગની માંસપેશિયોમાં દુખાવો રહેવા લાગે છે. અનેકવાર તો હાડકા તૂટવાનો પન ભય રહે છે. શોધ મુજબ  વ્યક્તિ માટે ડૈલી રૂટીનમાં વર્કઆઉટ પહેલા કર્કુમિન સપ્લીમેંટ લેવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પોતાની રૂટીન લાઈફમાં હળદર દૂધ અથવા ચા ને સામેલ કરીને કોઈ વર્કઆઉટ સંબંધિત દુખાવો અને સોજાથી બચી શકાય છે. 
 
5. ફાઈબ્રોમાયલ્જિયા - ફાઈબ્રોમાયલ્જિયાને કારણે આખા શરીરમાં દુખાવો અને થાક રહે છે.  જેનો શિકાર મોટાભાગની મહિલાઓ થાય છે. ફાઈબ્રોમાયલ્જિયાનો દુખાવો દૂર કરવા માટે કર્કુમિન તત્વ ખૂબ કારગર સાબિત થાય છે એક શોધનુ માનવુ છે કે કર્કુમિનની માત્રા લેવાથી 24 થી 48 કલાકની અ6દર ફાઈબ્રોમાયલ્જિયાના દુખાવાથી રાહત મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રોજ એક નાસપતી ખાવું જોઈએ, નાસપતીથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે

- વરસાદની મોસમમાં નાશપતિથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ...

news

દિલને રાખવુ છે સ્વસ્થ તો ખાવો રસબેરી

આ નાનકડુ અને મોઢામાં મુકતા જ ઓગળી જનારુ ફળ દિલના આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને ખાવાથી ...

news

સૂતા પહેલા કેળા ઉકાળીને(કેળાની ચા) ખાવાનો આ ફાયદો તમને હેરાન કરી દેશે

કેળાનુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારી રહે છે. ચિકિત્સક પણ કેળાનુ સેવન કરવાની સલાહ ...

news

Monsoon Alert: રોડ કિનારે ઉભી રહેતી લારી પરથી મકાઈ ખાતા પહેલા ચેતજો

સ્વીટ કોર્ન મતલબ મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine