શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (18:39 IST)

Kitchen Hacks:- બળેલા દૂધની દુગંધ દૂર કરશે આ સરળ 'Tips and Trick', સ્મેલ થશે દૂર ફરીથી ઉપયોગ કરી શકશો

Kitchen Hacks:-  દૂધ જો ઉકાળતા સમયે વાસણના તળિયાથી ચોંટી જાય છે તો યેમાં બળવાની સ્મેલ આવવા લાગે છે.  ત્યારબાદ ન તો તમે તેની ચા બનાવી શકો છો અને ન ખીર જેવી કોઈ વસ્તુ. ઘરની મહિલાની પાસે તેને ફેંકવાના સિવાય બીજુ કોઈ વિક્લ્પ નહી બચે છે. જો કિચમાં કામ  કરતા તમારી સાથે પણ ક્યારે આવુ થઈ જાય તો દૂધની બળવાની ગંધને હટાવવા માટે જરૂર ટ્રાઈ કરો આ શાનદાર કિચન ટીપ્સ 
 
તજ 
જો દૂધ વધારે બળી ગયુ છે અને તેમાં ખૂબ તીવ્રની ગંધ આવી રહી હોય તો તમે સૌથી પહેલા દૂધને એક સાફ વાસણમાં નાખી દો. ત્યારબાઅ દેશી ઘીમાં તજની 1 ઈંચ લાંબી 2 સ્ટીક નાખી તેને ગરમ કરીને 
દૂધમાં નાખી રાખી દો. આવુ કરવાથી દૂધની બળવાની ગંધ ઘણી ઓછી થઈ જશે. તમે આ દૂધનો ઉપયોગ રબડી બનાવવામાં કરી શકો છો. 
 
પાનના પાંદડા 
પાન ન માત્ર મોઢાનુ સ્વાદ બદલવામાં કામ આવે છે પણ તેની મદદથી તમે બળેલા દૂધની ગંધથી છુટકારો મેળવી શકો છો. જો કોઈ દિવસ ઘરમાં દૂધ બળી જાય તો તમે તેમાં પાન નાખી તેની ગંધને ખત્મ કરી 
શકો છો. યાદ રાખો ઓછા બળેલા દૂધમાં 1 કે 2 પાન અને વધારે બળેલા દૂધમાં 4-5 પાનનો ઉપયોગ કરો. આ પાનને દૂધમાં અડધા કલાક નાખી કાઢી લો. આવુ કરવાથી દૂધથી બળવાની ગંધ દૂર થઈ જશે. 
 
તમાલપત્ર 
બળેલા દૂધની ગંધ દૂર કરવા માટે સૌથી પહેલા એક બીજા સાફ વાસણમાં કાઢી લો. હવે એક કડાહીમાં 1 નાની ચમચી દેશી ઘી ગરમ કરી તેમાં 1 તજ, 1 નાની ઈલાયચી 1 મોટી ઈલાયચી અને 2-3 લોંગ 
સંતાડો. ત્યારબાદ આ મિશ્રણને દૂધના ઉપર 4-5 કલાક મૂકી દો. થોડી વાર પછી તમે જોશો કે બળવાની ગંધ દૂર થઈ ગઈ છે.