ચોમાસામાં કપડામાંથી દુર્ગધ દૂર કરવી છે, તો અપનાવો આ 8 ટિપ્સ

શુક્રવાર, 6 જુલાઈ 2018 (09:53 IST)

Widgets Magazine
smell from clothe

ચોમાસાની ઋતુમાં મોટેભાગે ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે. અનેકવાર તો કપડા પર સફેદ દગ પણ પડી જાય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. આવામાં કપડાને પહેરવાની ઈચ્છા પન થતી નથી પણ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે જે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે.  જો તમે પણ માનસૂન સીઝનમાં કપડામાંથી આવતી દુર્ગંધને લીધે પરેશાન છો તો આ ટિપ્સની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. 
 
ચોમાસામાં કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટેની ટિપ્સ 
 
1. તિજોરીમાં કપડા મુકતા પહેલા તેને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. ત્યારબાદ કપૂરના પાણીથી તિજોરીને સ્વચ્છ કરો અને સૂકાવવા માટે છોડી દો. અલમારી સૂકાયા પછી તેમા કપડા મુકી દો. આવુ કરવાથી કપડામાં ભેજની વાસ નહી આવે. 
 
2. શિયાળાની ઋતુમાં તાપમાં ન નીકળવાને કારણે કપડા સારી રીતે સુકાતા નથી. જેને કારણે તેમાથી દુર્ગંધ આવવા માંડે છે. આવામાં તમે કપડાને ધોતા પહેલા સારી રીતે નીચોવી લો. ત્યારબાદ સૂકવા માટે નાખો અને સારી રીતે હવામાં ટાંગો. 
 
3. મોંધા અને કિમતી કપડાને તિજોરીમાં મુકતા પહેલા વૈક્સ પેપર કે પ્લાસ્ટિક પેપરમાં લપેટીને મુકી દો. આવુ કરવાથી કપડા તિજોરીના સંપર્કમાં નહી આવે અને ખરાબ થતા બચી જશે. 
 
4. ઘણીવાર કપડા ઠંડા-ભીના હોય છતા પણ તેને કબાટમાં મુકી દેવામાં આવે છે પણ તેનાથી કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે.  તેથી કપડાને સારી રીતે સૂકાયા પછી જ કબાટમાં મુકો. 
 
5. અઠવાડિયામાં એકવાર કબાટને જરૂર સાફ કરો. તેનાથી હવા કબાટમાં જશે અને ભેજની સમસ્યા નહી થાય. 
 
6. કપડાની દુર્ગંધ દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થ્લીનની ગોળીઓ પણ મુકી શકો છો. તેનો ઉપયોગ કપડામાં આવનારી દુર્ગંધને દૂર રાખે છે. 
 
7. તમે કપડાને પ્લાસ્ટિક બેગને બદલે છાપામાં લપેટીને પણ મુકી શકો છો. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર કપડાને તાપમાં જરૂર મુકો. 
 
8. રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

શુ તમારુ બાળક પણ માટી ખાય છે તો જરૂર વાંચો ?

મોટાભાગે તમે કેટલાક બાળકોને માટી ખાતા જોયા હશે. બાળકની આ ટેવને જોઈને માતાપિતા પરેશાન થવા ...

news

મિનિટોમાં માખીઓ દૂર ભગાડવાનો ઘરગથ્થું ઉપાય

વરસાદની ઋતુમાં ખાસ કરીને માખીઓ ઘરમાં આવી જાય છે. બહાર પડેલી ગંદી વસ્તુ પર બેસીને આવે છે ...

news

Gharelu Upchar - 100 વર્ષ સુધી સફેદ નહી થાય તમારા વાળ

કઢી લીમડો વાળને અંદરથી પોષણ આપીને તેને મજબૂત કરવાનુ કામ કરે છે. આનો નિયમિત ઉપયોગ કરવાથી ...

news

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine