IPL 2018: સુહાના અને અબરામ સાથે KKRની મેચમાં ચીયર અપ કરવા પહોંચ્યા શાહરૂખ ખાન

નવી દિલ્હી.| Last Modified સોમવાર, 9 એપ્રિલ 2018 (10:50 IST)

ઓપનર સુનીલ નરેનની તોફાની રમત (50 રન, 19 બોલ, ચાર ચૌક્કા અને પાંચ છક્કા) પછી નીતિશ રાણા અને કપ્તાન દિનેશ કાર્તિકના ઉપયોગી યોગદાનને કારણે કલકત્તા નાઈટરાઈડર્સની ટીમે, IPL 2018ના પોતાના પ્રથમ હરીફાઈમાં રૉયલ ચેંલેંજર્સ બેંગલુરૂને 4 વિકેટથી હરાવવામાં સફળતા મેળવી. કલકત્તાના ઈડન ગાર્ડસ પર થયેલ આ મેચમાં KKRના કો-ઓનર શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન અને બંને બાળકો સાથે સામેલ થયા. મેદાન પર શાહરૂખની પુત્રી સુહાના ખાન અને નાનો પુત્ર અબરામ ખાન સાથે મોજ મસ્તી કરતા જોવા મળ્યા.
suhana khan
આઇપીએલ-2018માં કોલકાતા નાઈટ રાઇડર્સે ઘરઆંગણે રમતા તેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 4 વિકેટે હરાવ્યું હતું. KKRને ચીયર કરવા માટે કો-ઓનર શાહરૂખખાન આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. મેચમાં શાહરૂખખાનની પુત્રી સુહાના ગ્લેમરસ અંદાઝમાં દેખાઈ હતી.

સુહાના અહી એકલી નહી પણ પોતાની બેસ્ટ ફ્રેંડ શનાયા કપૂર સાથે પહોંચી. શનાયાના પેરેંટ્સ અભિનેતા સંજય કપૂર અને મહીપ કપૂર પણ મેદાન પર જોવા મળ્યા. સ્ટેડિયમની અંદર અનેક તસ્વીરો અને વીડિયો સેલ્બેસના ફૈન ક્લબે રજુ કર્યો છે.


આ પણ વાંચો :